GSTV

ફફડાટ / જામનગરમાં વધુ બે ઓમિક્રોનના શંકાસ્પદ દર્દી નોંધાયા, તંત્રની ચિંતા વધી

ઓમિક્રોન

Last Updated on December 5, 2021 by GSTV Web Desk

જામનગરમાં વધુ બે દર્દીઓ ઓમિક્રોન વાયરસ મામલે શંકાસ્પદ જાહેર થતા ચિંતામાં વધારો થયો છે. ગઈકાલે સામે આવેલા દર્દીના પરિવારમાંથી એક સ્ત્રી અને પુરુષ શંકાસ્પદ જાહેર થયા છે. બંનેના નમુના ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા છે. બંને દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

ઓમિક્રોન

જામનગરના મોરકંડા રોડ પર પોતાના સસરાના ઘરે ઝીમ્બાબ્વેથી સલીમ નુરમહંમદ નામના વૃદ્ધનો ઓમીક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તંત્ર હરકતમાં આવ્યુ અને મોરકંડા રોડ પર આવેલી સેટેલાઈટ સીટી સોસાયટીની એક શેરીને સંપૂર્ણ કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતી. દર્દીના સસરાના પરિવારજનોના ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં વૃદ્ધના પત્ની અને તેના સાળાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તે રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.

દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 21 થઈ

રાજસ્થાનમાં પણ કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટની એન્ટ્રી થઈ ચુકી છે. રાજસ્થાનમાં ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત 9 દર્દીઓ હોવાની પુષ્ટી થઈ છે. આ સાથે દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 21 થઈ ગઈ છે. રાજસ્થાનના તમામ સંક્રમિતો એક જ પરિવારના સભ્યો છે.. આ પરિવારના ચાર સભ્યો 25 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો હતો. તેઓ દુબઈથી મુંબઈ અને ત્યારબાદ જયપુર પહોંચ્યા હતા.. તેમના સંપર્કમાં આવેલા અન્ય પાંચ સભ્યો પણ કોરોના પોઝિટીવ થયા.

Read Also

Related posts

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk

લોટરી લાગી / રાજ્યના પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, આ IPS અધિકારીઓને મળ્યા પ્રમોશન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!