સુરતના બહુચર્ચિત બિટકોઈન તોડપાણી અને અપહરણ કેસમાં વધુ બે શખ્સોની ધરપકડ

સુરતના બહુચર્ચિત બિટકોઈન તોડપાણી અને અપહરણ કેસમાં વધુ બે શખ્સોની ધરપકડ થઈ છે. ધરપકડક કરાયેલા શખ્સો આરોપી શૈલેષ ભટ્ટના સાગરીતો છે. સુરત સીઆઇડી ક્રાઇમે કામરેજથી હિતેશ જોતાસના અને જગદીશ રાઠોડ નેન ઝડપી લીધા છે. અને 21 ડીસેમ્બર સુધીના રિમાન્ડ પર મોકલી દીધા છે. પોલીસ રિમાન્ડ દરમિયાન તપાસ એજન્સીએ પુરાવા એકત્ર કીરને બીટકોઈન રિકવર કરવાના પણ પ્રયાસ કર્યા છે.

સતીશ કુંભાણીના બીટ કનેકટ કંપનીના ભાગીદાર પિયૂષ સાવલિયા અને ધવલ માવાણીનું અપહરણ કરાયુ હતું. અને કરોડોના બીટકોઈનની લૂંટ બાદ ટ્રાન્સફર કરવા મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આ બંને શખ્સોને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પૂછપરછ માટે લઈ જવામાં આવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter