GSTV

પંજાબના સરહદીય ગામોમાં વધુ બે ડ્રોન દેખાયા : સેનાનું સર્ચ ઓપરેશન

Last Updated on October 11, 2019 by Mayur

પંજાબના ફિરોજપુરમાં ફરી એક વખત સરહદીય ગામોમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. ઝુંઝારા હજારાસિંહવાલા ગામમાં ગ્રામીણોએ ગુરૂવારે સવારે બે ડ્રોન જોયા હોવાનો અને તે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયા હોવાનો દાવો છે. ડ્રોન દેખાયાના સમાચારથી સરહદ સલામતી દળ (બીએસએફ) અને પોલીસ ડ્રોનની શોધ માટે દોડતી થઈ ગઈ છે. દરમિયાન તાજેતરમાં પંજાબમાં ગયા મહિને ડ્રોનથી હિથયારો ફેંકવા પાછળ પાકિસ્તાની સરકારનો હાથ હોવાનો દાવો કરાયો છે. કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે પછડાટનો સામનો કરનાર પાકિસ્તાને હવે ભારતમાં આતંકીઓને શસ્ત્રો પૂરા પાડવા માટે ડ્રોન મારફત ડિલિવરીનો નવો માર્ગ શોધી કાઢ્યો છે.

ગત્ત મહિને દેખાયા હતા 10થી વધુ ડ્રોન

ગયા મહિને પંજાબમાં સરહદીય ગામોમાં 10થી વધુ વખત ડ્રોન દેખાયા હોવાનો સલામતી દળો અને સૃથાનિક નાગરિકોનો દાવો છે. પંજાબ અને કાશ્મીરમાં આતંકીઓને શસ્ત્રો પહોંચાડવા માટે આ ડ્રોન મોકલવા પાછળ પાકિસ્તાન સરકારનો હાથ હોવાનો દાવો ગુપ્તચર એજન્સીઓએ કર્યો છે. તેમણે આ અંગે ગૃહમંત્રાલયને અહેવાલ પણ મોકલ્યો છે. તાજેતરમાં મંત્રાલયને મોકલાયેલા એક અહેવાલમાં ગુપ્તચર એજન્સીઓએ હવાઈ દળ આૃથવા બીએસએફ ડ્રોન પ્રવૃત્તિને શા માટે શોધી શકવા અસમર્થ છે તેવો પણ સવાલ કર્યો હતો.

પાકિસ્તાન ડ્રોન મારફત શસ્ત્રો મોકલી રહ્યું છે

ગૃહમંત્રાલયે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને પંજાબમાં ડ્રોન મારફત શસ્ત્રો મોકલવાની પ્રવૃત્તિઓમાં પાકિસ્તાની સરકારની ભૂમિકાની તપાસ કરવા જણાવ્યું છે. મંત્રાલયે નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનને આ ડ્રોન સરહદ પર કઈ ફ્રિકવન્સી પર કામ કરે છે તેની તપાસ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. પંજાબ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા મહિને અમૃતસરમાં ડ્રોન મારફત મોટી સંખ્યામાં એકે-47 એસોલ્ટ રાઈફલ્સ અને ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા. આ ડ્રોન પાકિસ્તાન તરફથી આવ્યા હતા. સપ્ટેમ્બરમાં ડ્રોન પ્રવૃત્તિની લગભગ આઠ ઘટનાઓ નોંધાઈ છે, જેમાં આતંકીઓને શસ્ત્રો પૂરા પાડવાનો પ્રયાસ કરાયો હતો.

બે ગામમાં દેખાયા હતા ડ્રોન

બુધવારે રાત્રે પણ હઝારસિંહ વાલામાં સાંજે પહેલું અને રાત્રે ફિરોઝપુર જિલ્લાના ટેન્ડિવાલા ગામમાં ડ્રોન દેખાયા હોવાનો ગામવાસીઓએ દાવો કર્યો હતો. તેમના આ દાવા બાદ પોલીસ અને બીએસએફ હાઈએલર્ટ થઈ ગયા હતા અને તેમણે ડ્રોનને શોધવા અભિયાન આદર્યું હતું. આ અભિયાન હજુ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું હતું. ગુપ્તચર એજન્સીના અહેવાલમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે સરહદ પર ડ્રોન મોકલવાની ઘટનાઓમાં પાકિસ્તાની સરકારી તંત્ર સંડોવાયેલું છે. ભારતમાં તૂટી પડેલું એક ડ્રોન ચાઈનીઝ બનાવટનું હોવાનો પણ અહેવાલમાં દાવો કરાયો છે.

ડ્રોન બાદ લાલ લાઈટોથી ગ્રામવાસીઓ ચિંતિત

પંજાબના ફિરોઝપુર જિલ્લાના ત્રણ ગામો હજારાસિંહ, ચાંદીવાલા અને ટેંડીવાલામાં એકબાજુ છેલ્લા કેટલાક દિવસથી ડ્રોન દેખાતા લોકો ભયભીત છે ત્યારે હવે ત્યાં લોકોમાં પાકિસ્તાન તરફથી લાલ ચમકતી લાઈટો દેખાતા ગભરાટ વધ્યો છે. આ અંગે ગ્રામવાસીઓએ પોલીસને આ ઘટનાની જાણ કરી છે. બુધવારે રાત્રે લાલ લાઈટો દેખાયા બાદ લોકોએ આખી રાત ઉજાગરામાં પસાર કરી હતી. જોકે, પોલીસ આ સંદર્ભમાં નક્કર માહિતી મેળવી શકી નથી.

READ ALSO

Related posts

મોટા સમાચાર: CBSEએ જાહેર કર્યો CTET પરીક્ષાનો કાર્યક્રમ, સમગ્ર દેશમાં 20 ભાષાઓમાં લેવામાં આવશે આ કસોટી

Pravin Makwana

ક્રાઇમ / ગાંધીનગરના હડમતીયા ગામે મોડી રાત્રે ફાર્મ હાઉસમાં મિત્રો વચ્ચે ડખો થતા ફાયરિંગ, બિલ્ડરનું મોત

Dhruv Brahmbhatt

ફેશનની શોખિન: શોર્ટ્સ પહેરીને પરીક્ષા આપવા આવેલી છોકરીને હોલમાં પ્રવેશ ન આપ્યો, પપ્પાને તાત્કાલિક બજારમાં પેન્ટ ખરીદવા જવું પડ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!