ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ધાવા ગામે તાંત્રીકવિધી માટે બાળકીની હત્યા મામલે વધુ બે આરોપીઓ ઝડપાયા છે. બાળકીની ફોઇ અર્ચના ઉર્ફે જ્યોતિ જેનીશ ઠુમ્મર અને ગોપાલભાઇ અકબરીને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપી અર્ચના ઉર્ફે જ્યોતિ બલિકાંડમાં આરોપીઓને દુષ્પ્રેરણા આપનાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ગત નવરાત્રીમાં તાંત્રિક વિધિના નામે 14 વર્ષની બાળકીની બલિ ચડાવવા પિતાએ જ પોતાની વ્હાલસોયી દિકરીની હત્યા કરી હતી. પોલીસ તપાસમાં શેરડીના વાઢમાંથી રાખ ભરેલી પ્લાસ્ટિકની બે બેગ અને એક કોથળી મળી આવી હતી. આ બેગની અંદર કપડા અને રાખ જોવા મળી હતી.
પોલીસ તપાસાં 14 વર્ષની સગીરાની પિતાએ જ હત્યા કરી હોવાની વિગતો સામે આવી હતી. તાંત્રિકવિધિ અને અંધવિશ્વાસમાં પિતાએ જ પોતાની દિકરીની બલી ચડાવવા ખૌફનાક મોત આપ્યું હતું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
આ પણ વાંચો
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો