રાજસ્થાન સરકારના મંત્રી રાજેન્દ્ર ગુઢાએ મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપ કરીને મોરચો માંડતાં કોંગ્રેસમાં ફરી ડખાનાં એંધાણ છે. આ પહેલાં બીજા મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે પણ ગેહલોત સામે બળાપો કાઢ્યો હતો.

મંત્રી ગુઢાનું કહેવું છે કે, રાજસ્થાનમાં અશોક ગહેલોતના હાથમાં સંપૂર્ણ સત્તા છે. પોલીસ વડાથી લઈ કોન્સ્ટેબલ સુધીની બદલી મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી થાય છે. નાની બદલીઓ માટે પણ મુખ્યમંત્રી પાસે જવું પડે છે. મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનેથી જ બધો વહીવટ થાય છે. મંત્રીઓ પોતાના કામ માટે મુખ્યમંત્રી આવાસ અને કાર્યાલયના ચક્કર લગાવ્યા કરે છે.
ગુઢાએ કોંગ્રેસ હાઈકમાન્ડને અપીલ કરી છે કે, મંત્રીઓને તેમની સત્તાનો ઉપયોગ કરીને કામ કરવા દેવાય અને એકહથ્થુ સત્તામાંથી રાજ્યને મુક્ત કરાય. રાજસ્થાનમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. આ ચૂંટણી પહેલાં એકબીજાને સાફ કરવા ગેહલોત અને સચિન પાયલોટ જૂથ પૂરી તાકાત લગાવી રહ્યાં છે. તેના ભાગરૂપે ગુઢાએ આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના નેતા સ્વીકારે છે કે, ગેહલોતને કશું પણ કહેવાની કે કરવાની હાઈકમાન્ડમાં હિંમત નથી.
READ ALSO
- મોટા સમાચાર / દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર, હવે થશે સજાનું એલાન
- Mumbai / મહારાષ્ટ્રમાં હિંદુવાદીઓના કાર્યક્રમોથી શિંદે ચિંતામાં, હિન્દુ સંગઠનો દ્વારા જંગી રેલી
- શું તમે બ્લૂ-ટી વિશે જાણો છો? સ્વાસ્થ્ય માટે માનવામાં આવે છે ફાયદાકારક
- અખિલેશનું લોકસભા માટે પછાત-મુસ્લિમ કાર્ડ, 2022ની વિધાનસભા ચૂંટણી બાદ વિખેરી નાંખી હતી રાષ્ટ્રીય કારોબારી
- મોટા સમાચાર / પેપરલીક કાંડ મામલે કોર્ટે તમામ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા