GSTV

સૈન્ય અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકીઓ ઠાર, બે જવાનો પણ થયા શહીદ

terrorist

જમ્મુ-કાશ્મીરના અવંતિપોરામાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણમાં થઈ હતી, જેમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે જ્યારે બે જવાનો પણ શહીદ થયા છે. માર્યા ગયેલા આતંકીઓ પૈકી એક આતંકીની ઓળખ ત્રાલના રહેવાસી તરીકે થઇ છે.

અવંતિપોરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની જાણકારી સેનાને મળતા જ જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરાબંદી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું. જેના કારણે ચોતરફથી ઘેરાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર મોટા પાયે ફાયરિંગ શરૂ કર્યું હતું, જેનો સૈન્યના જવાનોએ વળતો જવાબ આપ્યો. જેમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જો કે, આ બંને આતંકીઓ જૈશના હોવાની માહિતી સામે આવી રહી છે.

મહત્વનું છે કે, સોમવારે પણ સુરક્ષાદળોએ શોપિયાંના વાચી વિસ્તારમાં હિઝબુલના ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા.

READ ALSO

Related posts

પ્રેમભગ્ન / પૂર્વ ગર્લફ્રેન્ડના ઘરની પાસે ડ્રોનથી કર્યો ધમાકો, શખસને પાંચ વર્ષની મળી જેલ

Mansi Patel

ડ્રગ્સ કેસમાં આ ત્રણ અભિનેત્રીઓના મોબાઈલ કર્યાં જપ્ત, સઘન પૂછપરછ

Mansi Patel

ડ્રગ્સ કનેક્શનઃ ધર્મા પ્રોડક્શનના પૂર્વ કર્મચારીને આજે કોર્ટમાં કરાશે રજૂ, સામે આવશે નવા ખુલાસા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!