GSTV
India ટોપ સ્ટોરી

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં આજે સવારે બે આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. એન્કાઉન્ટર બાદ સુરક્ષાદળોએ આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઉત્તર કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરના બ્રાથ કલાં વિસ્તારમાં બુધવારે સાંજે સુરક્ષાદળોને આતંકવાદીઓના છૂપાયા હોવાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા હતા.

આ ઈનપુટ્સના આધારે સુરક્ષાદળોએ અહીં કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સેના, સ્પેશયલ ઓપરેશન ગ્રુપ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની ટુકડીઓએ સાંજે સંયુક્ત અભિયાન શરૂ કર્યું હતું. કાસો ઓપરેશન દરમિયાન આ વિસ્તારમાં આવાગમનના માર્ગોને સીલ કરીને તમામ મકાનોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

સુરક્ષાદળો આતંકવાદીઓ છૂપાયા હતા. તે મકાનની નજીક પહોંચ્યા ત્યારે તેમના પર આતંકીઓએ ફાયરિં કર્યું હતું. મોડી સાંજ સુધી બંને તરફથી ગોળીબાર થયો હતો. રાત્રે અંધારાને કારણે સુરક્ષાદળોએ ઓપરેશનને રોકવું પડયું હતું. જો કે અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં સવારે સુરક્ષાદળોને સફળતા મળી હતી.

સુરક્ષાદળોને કોઈ જાનહાનિ ઉઠાવવી પડી નથી. ઠાર થનારા બંને આતંકવાદીઓ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબા સાથે સંબંધિત હતા. મહત્વપૂર્ણ છે કે કાશ્મીર ખીણમાં સુરક્ષાદળોના ઓપરેશન ઓલઆઉટમાં અત્યાર સુધીમાં 235 જેટલા આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી છે.

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત

Hardik Hingu
GSTV