GSTV

Video: ચીનમાં કોરોના વાયરસના દર્દીની હાલતમાં સુધાર, હોસ્પિટલની બહાર આવીને ખુશીથી નાચવા લાગ્યો સ્ટાફ

ચીન સહિત આખી દુનિયા આ દિવસોમાં ખતરનાક કોરોના વાયરસથી ખોફમાં છે. આ બિમારીના દર્દીઓની તબિયતમાં સુધાર અહીંના મેડિકલ સ્ટાફ માટે જંગ જીતવા બરાબર છે. એવામાં હાલના દિવસોમાં એવા જ એક દર્દીની તબિયતની સુધાર પર ખુશી જાહેર કરતા મેડિકલ સ્ટાફનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં બે મેડિકલ એટેન્ડેટ ખૂબ જ મજામાં નાચતા જોવા મળી રહ્યા છે. પીપલ્સ ડેલી ચાઈના દ્વારા ટ્વીટ કરવામાં આવેલા એક વીડિયોમાં બે મેડિકલ કર્મચારી હોસ્પિટલની બહાર આવે છે અને કેમરા જોઈને મસ્ત અંદાજમાં ડાન્સ કરવા લાગે છે. ડોક્ટરોની આ કામયાબી પર લોકો જબરદસ્ત કમેન્ટ કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિ શી જિનપિંગેએ કહ્યું કે…

લોકો કમેન્ટમાં ચીન માટે પ્રાથના પણ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે ચીનમાં કોરોના વાયરસથી મરનાર લોકોની સંખ્યા 2744 થઈ ગઈ છે અને તેના પોઝિટીવ કેસની સંખ્યા 78,000થી વધુ પહોંચી ગઈ છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે બુધવારે કહ્યું કે વાયરસ પ્રભાવિત વુહાન શહેરની સ્થિતિ વિકટ બનેલી છે ભલે વાયરસથી પ્રભાવિત મામાલાની સંખ્યામાં કમી આવી છે.

WHOએ કહ્યું કે…

કોરોના વાયરસનો ખતરો આખી દુનિયામાં ફેલાતો જોવા મળી રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOએ કહ્યું છે કે ચીનની બહાર કોરોના વાયરસના નવા મામલા વધતા જઈ રહ્યા છે. ડબ્લ્યુએચઓના પ્રમુખ ટેડ્રોસ અધાનોમ ધેબ્રેયેસસે જિનેવામાં કહ્યું, ’25 ફેબ્રુઆરીએ પહેલી વખત ચીનમાં જેટલા મામલા સામે આવ્યા છે તેનાથી વધુ મામલા ચીનની બહાર સામે આવ્યા છે.’ સંયુક્ત રાષ્ટ્ર સ્વાસ્થ્ય એજન્સીએ જણાવ્યું કે મંગળવારે ચીનમાં 411 નવા મામલા સામે આવ્યા. જ્યારે દેશની બહાર 427 નવા મામલા આવ્યા.

Read Also

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!