GSTV
Home » News » ભાવનગરના કાળાતળાવ નજીક સ્ટીમ પાઈપમાં બ્લાસ્ટ થતા બે મજૂરના મોત

ભાવનગરના કાળાતળાવ નજીક સ્ટીમ પાઈપમાં બ્લાસ્ટ થતા બે મજૂરના મોત

ભાવનગરના કાળાતળાવ નજીક આવેલી ખાનગી કંપનીમાં સ્ટીમ પાઇપ લાઇનમાં બ્લાસ્ટ થતા બે મજૂરોના મોત નિપજ્યા હતા. જયારે એક મજૂરને ઈજા થતા સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના મામલે કંપની દ્વારા કોઈ માહિતી આપવામાં આવી ન હતી. ત્યારે જીલ્લા કલેકટર દ્વારા આ ઘટનાને સમર્થન આપવામાં આવ્યું હતું. બે વર્ષ પહેલા પણ બોઈલર ફાટવાની ઘટના આ કંપનીમાં બની હતી. અને ત્યારે પણ બે મજુરોના મોત નીપજ્યા હતા. જો કે તે સમયે ઘટના દિવસે બની હોવાથી મીડિયાને જાણ થઇ હતી. જયારે ગત રાત્રીની ઘટના મોડી રાત્રીએ બની હોવાથી ક્યાંકને ક્યાંક મીડિયાથી વાતને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેમ જણાઈ આવતું હતું.

Related posts

અરે આ શું…સાબરમતીને કાંઠે 500-1000ની જુની ચલણી નોટો તણાઇ આવી

Riyaz Parmar

મમતા બેનરજીનાં માર્ગે ગુજરાત સરકાર, હાર્દિક પટેલને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી ન આપી..પછી?

Riyaz Parmar

અમિત શાહને જનરલ ડાયર તરીકે સંબોધનાર કોંગ્રેસના ધારાસભ્ય સામે ચૂંટણીપંચમાં ફરિયાદ

Riyaz Parmar