GSTV
Home » News » કાશ્મીરમાં ચાર આતંકી હુમલા, ગ્રામપંચાયત ઉડાવી: સરપંચ સહિત બેનાં મોત

કાશ્મીરમાં ચાર આતંકી હુમલા, ગ્રામપંચાયત ઉડાવી: સરપંચ સહિત બેનાં મોત

કાશ્મીરમાં આતંકીઓ હજુ પણ ખુલ્લેઆમ હુમલા કરી રહ્યા છે અને હવે તો સ્થાનિક પંચાયતો અને સરપંચોને પણ ટાર્ગેટ બનાવી રહ્યા છે. આવો જ એક મોટો હુમલો અનંતનાગમાં કરવામાં આવ્યો હતો, અહીં આવેલી પંચાયતની કચેરીને આતંકીઓએ બોમ્બથી ઉડાવી દીધી હતી જેને પગલે કચેરીમાં હાજર સરપંચ સહીત બે લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે મંગળવારે જ શ્રીનગરમાં કાશ્મીર યુનિવર્સિટીની બહાર જ એક મોટો વિસ્ફોટ થયો હતો, જ્યારે કુલગામમાં જ એક સરકારી કાર્યક્રમમાં જ વિસ્ફોટ થયો હતો. એક જ દિવસમાં કાશ્મીરમાં ચાર હુમલા થયા હતા, ચોથો હુમલો હજરતબલ દરગાહ પાસે મંગળવારે થયો હતો જેમાં એક વ્યક્તિ ઘવાઇ હતી.

સમગ્ર દિવસમાં ચાર હુમલા

આમ આખા દિવસમાં થયેલા ચાર મોટા હુમલામાં એક સરપંચ સહીત બેના મોત નિપજ્યા છે જ્યારે 10થી વધુ લોકો ઘવાયા છે. સોમવારે જ બારામુલ્લામાં ચાર આતંકીઓ ગ્રેનેડ સાથે ઝડપાયા હતા, પોલીસે આ શંકાસ્પદ આતંકીઓની પૂછપરછ હાથ ધરી છે. હાલ કાશ્મીરના અનંતનાગમાં ગ્રામ પંચાયતની કચેરીને ગ્રેનેડથી ઉડાવી દેવામાં આવી તેની આસપાસના વિસ્તારોને સૈન્ય દ્વારા તપાસ કરવામા આવી રહી છે.

જંગલના વિસ્તારોમાં આતંકીઓ ભાગ્યા હોવાની આશંકા

આતંકીઓ હુમલો કરીને નજીકના જંગલ વાળા વિસ્તારોમાં ભાગી ગયા હોવાની શંકા છે. જ્યારે સાથે જ આ હુમલામાં જે પણ લોકો ઘવાયા છે તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આતંકીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. આ પ્રકારના હુમલા હજુ પણ થશે તેવા ભયને પગલે સરપંચો દ્વારા પણ સુરક્ષાની માગણી કરવામાં આવી રહી છે. જ્યારે આ હુમલો થયો ત્યારે એક સરકારી કાર્યક્રમ બેક ટૂ વિલેજ એટલે કે ગામડે પાછા આવો કાર્યક્રમ ચાલી રહ્યો હતો.

કાશ્મીર યુનિવર્સિટી પાસે પણ હુમલો

જ્યારે શ્રીનગરમાં કાશ્મીર યુનિ. પાસે એક દરગાહની નજીક જ વિસ્ફોટ થયો હતો, જેને પગલે રાજ્યના ડીજીપીએ કાશ્મીરના અને ખાસ કરીને શ્રીનગરના જેટલા પણ ધાર્મિક સૃથળો છે તેની આસપાસ સુરક્ષા વધારી દેવાના આદેશ આપ્યા હતા. આ પહેલા રાજ્યના લેફ્ટનન્ટ ગવર્નરે ડીજીપીને સુરક્ષા વધારી દેવા કહ્યું હતું. 25મીએ રાત્રે ત્રાલમાં એક સુફી દરગાહને સળગાવી દેવામાં આવી હતી, જેની ઉપ રાજ્યપાલે આકરા શબ્દોમાં ટીકા કરી હતી અને આ પ્રકારના હુમલાને કાયર ગણાવ્યું હતું. આ ઘટના માટે જવાબદાર તત્વોની પોલીસ શોધખોળ કરી રહી છે.

પાકિસ્તાનનો છ કલાક સુધી તોપમારો , ભારતીય સૈન્યનો આક્રમક જવાબ

કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવી તે બાદ સરહદે પાકિસ્તાનનો ગોળીબાર વધી ગયો છે. પાકિસ્તાને ફરી સરહદે શસ્ત્ર વિરામનો ભંગ કર્યો છે. અહીંના પૂંચ વિસ્તારમાં પાકિસ્તાની સૈન્યએ ભારે તોપમારો કર્યો હતો. જેનો ભારતીય સૈન્ય દ્વારા પણ આક્રામક જવાબ આપવામા આવ્યો હતો અને પાક.ની કેટલીક ચોકીઓને હાની પહોંચાડવામાં સફળતા મળી હતી. ભારતીય સૈન્યની જવાબી કાર્યવાહી બાદ પાક. સૈન્યએ ગોળીબાર બંધ કરી દીધો હતો.

સોમવારે મોડી રાત્રે આ ગોળીબાર થયો હતો, અહીંના ગ્રામીણ વિસ્તારોમાં લોકો સુતા હોય ત્યારે જ તેમને નિશાન બનાવવાના ઇરાદાથી પાકિસ્તાને આ ગોળીબાર કર્યો હતો, પરોઢીયે ચાર કલાકે આ ગોળીબાર શરૂ થયો હતો જે મંગળવારે સવારે 10 વાગ્યા સુધી ચાલ્યો હતો. એટલે કે પાકિસ્તાને સતત આશરે છ કલાક સુધી ચાલ્યો હતો. પાકિસ્તાને આ ગોળીબારમાં મોર્ટારમારો પણ કર્યો હતો. જોકે ભારતીય સૈન્યએ પણ તેનો આક્રામક જવાબ આપ્યો હતો. આ ગોળીબારમાં કોઇ જાનહાનીના અહેવાલો નથી. જ્યારે હજુ પણ પાક. ગોળીબાર કરી શકે છે તેવા અહેવાલો છે.

READ ALSO

Related posts

વીસ મિનિટની બેઠકે ભાજપના નેતાઓનું બ્લડ પ્રેશર વધારી દીધું , હવે લીધો આ નિર્ણય

Karan

અમિત શાહના રાજીનામા માટે સોનિયા ગાંધી થયા આક્રમક, આજે રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા

Karan

દિલ્હી હિંસા : મોતનો આંકડો 35 સુધી પહોંચ્યો, નાળામાંથી વધુ બે મૃતદેહ મળી આવ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!