GSTV

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Last Updated on August 25, 2019 by

આણંદના ખંભાત તાલુકાના ઉંદેલ ગામે બે જૂથો વચ્ચેની હિંસક અથડામણમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. જ્યારે કે 5 જેટલા વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઉંદેલ ગામના બસ સ્ટેન્ડ પાસે બપોરના સમયે બે જૂથો વચ્ચે નાણાકીય બાબતે બોલાચાલી થતા મામલો ગરમાયો. જોતજોતામાં બંને જૂથના લોકો ઘાતક હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા.

આ જૂથ અથડામણમાં 5 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન બે લોકોના મોત થયા હતા. જ્યારે કે એક વ્યક્તિની હાલત હજુ ગંભીર છે. હિંસક જૂથ અથડામણને લઇને ઉંદેલ ગામમાં સન્નાટો પ્રસરી ગયો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતાં સમગ્ર આણંદ જિલ્લાની પોલીસને ઉંદેલમાં ખડકી દેવામાં આવી છે.

આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક, ત્રણ ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહીતનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. ઘટનાને લઇને રેન્જ આઈજી આઈ.કે. જાડેજા પણ દોડી આવ્યા હતા. અને માહોલની સમીક્ષા કરી હતી. પોલીસ દ્વારા હાલ ફરીયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઉંદેલ ગામમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.

READ ALSO

Related posts

જબરું ભાઈ! બે બૈરાં વચ્ચે ધણી નહીં પરંતુ સાસુ ખાટલો નાંખીને ઊંઘતી, પતિને મેળવવા પત્નીઓ પહોંચી પોલીસ સ્ટેશન

Harshad Patel

સાવધાન / શરીર માટે નુકશાનકારક છે વધુ પડતુ દૂધનું સેવન, આ પ્રકારની સમસ્યાઓનો કરવો પડી શકે છે સામનો

Zainul Ansari

પર્દાફાશ/ 6 હજાર રૂપિયાની છેતરપિંડીની હતી તપાસ : પોલીસે કાર્યવાહી કરી તો 50 કરોડનું નીકળ્યું કૌભાંડ, 28 હજાર લોકો હતા છેતરાયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!