લખનઉમાં ડ્રાઈફ્રૂટ વેચતા બે કાશ્મીરીને ઢોર માર માર્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

two Kashmiri

ઉત્તર પ્રદેશના લખનઉમાં ડ્રાઈફ્રૂટ વેચતા બે કાશ્મીરીને માર મારવામાં આવતા પોલીસે બજરંગ સોલંકી નામના શખ્સને ઝડપી પાડ્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે બજરંગ સોનકર વિરૂદ્ધ 12 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. ગુનાહીત ઈતિહાસ ધરાવતા બજરંગ સોનકરે બે કાશ્મીરી વેપારીઓને માર માર્યો હતો અને માર મારતો વીડિયો પણ બનાવ્યો. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોબાલો મચી ગયો.

વીડિયોમાં જોઈ શકાય છે કે, બજરંગ સોનકર બે કાશ્મીરી યુવકને માર મારી રહ્યો છે. તેને બચાવવા સ્થાનિક લોકો પણ આગળ આવ્યા હોવા છતા બજરંગ સોનકર કાશ્મીરી યુવકોને માર મારી રહ્યો છે.

બુધવારે બનેલી ઘટના બાદ પોલીસે કાશ્મીરી યુવકને માર મારનાક સોનકરને ઝડપી પાડ્યો હતો.

જોકે, મુખ્ય આરોપી હજી પણ પોલીસ પકડથી બહાર હોવાનું પોલીસ જણાવી રહી છે. સમગ્ર વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે માર મારતો આ વીડિયો  સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામા આવ્યો હતો. જોકે, બાદમાં તેને હટાવી લેવામાં આવ્યો હતો.

ઓમાર અબદ્દુલાએ ટ્વીટ કરી પીએમ મોદીને કર્યા સવાલ

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter