GSTV

પાકિસ્તાને ઉશ્કેરણીજનક ફાયરિંગમાં બે જવાન શહિદ, ભારતીય સેનાએ કર્યો વળતો પ્રહાર

ભારતીય સેના દ્વારા અનેક વખત ફટકાર લગાવવા છતાં પાકિસ્તાન પોતાની હરકતો છોડવા તૈયાર નથી. પાકિસ્તાને ફરી એક વખત સીઝ ફાયરનુ ઉલ્લંઘન કરીને જમ્મુ કાશ્મીરની બોર્ડર પર ઉશ્કેરણીજનક ફાયરિંગ કર્યુ છે. જેમાં સેનાના બે જવાન શહીદ થયા છે. પાકિસ્તાનના ઉશ્કેરણીજનક ફાયરિંગમાં શહીદ થયેલામાં નાયક પ્રેમ બહાદુર ખતરી અને રાયફલમેન સુખબીર સિંહનો સમાવેશ થાય છે.આ બંને જવાનોએ સારવાર દરમિયાન આખરી શ્વાસ લીધા હતા.

જમ્મુ કાશ્મીરના સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાનની સેનાએ અચાનક જ ફાયરિંગ શરુ કરી દીધુ હતુ.જેના પગલે આ બંને જવાનોને ગોળીઓ વાગી હતી. જોકે ભારતે પણ તેનો વળતો જવાબ આપ્યો છે. ભારતીય સેના વળતા જવાબમાં પાકને પણ ગંભીર ક્ષતિ પહોંચાડી છે. આ પહેલા પાકિસ્તાને ગુરૂવારે પણ યુદ્ધવિરામ ભંગ કરીને કિરની, કસ્બા, દિગવાર, માલ્ટી અને દલાન સેક્ટરમાં મોર્ટારમારો કર્યો હતો. જેમાં સેનાના એક જેસીઓ ઘાયલ થયા હતા.

READ ALSO

Related posts

કાશ્મીરમાં આતંકીઓનો નવો પેંતરો: હવે સ્લો ઇન્ટરનેટ પર ચાલતી Appsનો ઉપયોગ કરી રહ્યાં છે આતંકવાદી સંગઠનો

Bansari

કામનું/ હવે SBI ડેબિટ કાર્ડનો ગ્રીન પીન ઘર બેઠા કરી શકાશે જનરેટ, આ ત્રણ પ્રક્રિયા દ્વારા થઈ જશે તમારું કામ

Sejal Vibhani

OMG! અશ્લિલ વીડિયો જોઈ આચરતો હતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, જજ પતિ સામે પરણિતાએ નોંધાવી શારીરિક શોષણની ફરીયાદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!