વાહ ભારતીય: બાળકોને ડૂબતા બચાવવા માટે પોતે જીવ આપી દીધો, ઘટના ઓસ્ટ્રેલિયાની

ઘણીવાર ઘર્મ કરતા ધાર થાય એવી ઘટનાં ઘટતી હોય છે. કંઈક એવું જ બન્યુ આ પરિવાર સાથે. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ સ્થિત મૂની બીચ પર બાળકોનો જીવ બચાવવાની કોશિશમાં બે ભારતીયો ડૂબી ગયા છે અને એક ગુમ છે. આ ઘટના સોમવારે સાંજે બની હતી જેમાં બે યુવતીઓ અને એક બાળક દરિયામાં ફસાઇ ગયા હતા.

ડૂબતા બાળકોને બચાવવા માટે ત્રણ લોકોએ પ્રયત્નો કર્યા, તે પણ ડૂબી ગયા હતા. બે લોકોને પ્રાથમિક સારવાર આપવાની કોશિશ કરી, પરંતુ તેઓને બચાવી શકાયા નહીં, એક વ્યક્તિ હજુ પણ ગુમ છે. રિપોર્ટ્સ અનુસાર, મૃતકોના નામ ગૌસુદ્દીન (45) અને રાહત (35) છે. ગૌસુદ્દીન તેલંગણાના નલગોંડા અને રાહત હૈદરાબાદનો રહેવાસી હતો. ગોસુદ્દીનના જમાઇ જુનૈદ (28)ની શોધ ચાલુ છે.

ઓસ્ટ્રેલિયાના ઇન્ડિયન-મુસ્લિમ એસોસિએશનના સભ્ય સૈયદ સિરાજ પટેલે ઓસ્ટ્રેલિયન ન્યૂઝ વેબસાઇટને જણાવ્યું કે, ભારતીય પરિવાર વેકેશન સેલિબ્રેટ કરવા બીચ પર ગયા હતા. આ પરિવારનું રી-યૂનિયન હતું, તેઓએ વેકેશન માટે એક સ્થળ પણ ભાડે રાખ્યું હતું. જ્યારે તેઓ બીચ પર ગયા તો તેમનો પરિવાર દુર્ઘટનાનો શિકાર બન્યો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter