GSTV
Home » News » આ વખતનો વિશ્વ કપ ગુજરાતીઓ માટે છે ખાસ, કેમ કે ત્રણ ગુજરાતીઓ બતાવવાનાં છે દમ

આ વખતનો વિશ્વ કપ ગુજરાતીઓ માટે છે ખાસ, કેમ કે ત્રણ ગુજરાતીઓ બતાવવાનાં છે દમ

આજે વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે અને ભારતનાં ક્રિકેટ પ્રમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે એથી પણ વિશેષ આનંદ ગુજરાતીઓમાં જોવા મળી રહ્યો છે. કારણ કે આ વખતે ટીમમાં ત્રણ ગુજરાતીઓને મોકો આપવામાં આવ્યો છે. એક તો રવિન્દ્ર જાડેજા તો બીજા છે હાર્દિક પડ્યાં. તેમજ જસપ્રિત બુમરા પણ અમદાવાદથી છે. આમ આ ત્રણ ગુજરાતીઓ દમ બતાવશે.

આજે 2019ના ક્રિકેટ વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. પસંદગીકારોએ ઋષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને સેકન્ડ વિકેટ કિપર તરીકે લેવામાં આવ્યો છે. જે મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ બેકઅપનું કામ કરશે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં આ વખતે ઈંગ્લેન્ડ ખાતેનો વર્લ્ડકપ ભારત રમશે. ઈંગ્લેન્ડમાં યોજાનારા આ વિશ્વકપ માટે ભારતીય ટીમને અન્ય ટીમો કરતાં મજબૂત ગણવામાં આવી રહી છે. પરંતુ ઈંગ્લેન્ડની પીચ ભારત માટે સંકટ ઉભું કરી શકે છે. ત્યારે જોવાનું એ રહેશે કે ભારતીય ટીમ વિરાટ કોહલીની આગેવાનીમાં કેવું પ્રદર્શન કરે છે.

ક્રિકેટ જાણકારોના મતે મહેન્દ્રસિંહ ધોનીનો આ છેલ્લો વર્લ્ડ કપ હોય શકે છે. બીજી તરફ ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ જોવા મળી રહ્યું છે. રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ બેટ્સમેનો તરીકે પસંદગી કરવામાં આવી છે. જેમની હાલમાં શ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેનોમાં ગણના થાય છે. તો વિરાટ કોહલી સિવાયના અન્ય બેટ્સમેનો મીડલ ઓર્ડરમાં ભારતીય ટીમની બેટીંગ લાઈનઅપને જાળવવાનું કામ કરશે.

  • રોહિત શર્મા
  • શિખર ધવન
  • વિરાટ કોહલી (કેપ્ટન)
  • મહેન્દ્રસિંહ ધોની
  • કે.એલ રાહુલ
  • કુલદીપ યાદવ
  • કેદાર જાધવ
  • હાર્દિક પંડ્યા
  • યુઝવેન્દ્ર ચહલ
  • ભૂવનેશ્વર કુમાર
  • મોહમ્મદ શામી
  • રવિન્દ્ર જાડેજા
  • વિજયશંકર
  • દિનેશ કાર્તિત
  • જસપ્રિત બુમરાહ

READ ALSO

Related posts

સ્લો ઈંટરનેટથી ત્રાસી ગયા છો? હવે Google આ રીતે કરશે ઝડપી કામ, જાણો શું છે ખાસિયતો

Arohi

હવે ગોલ્ડ જ્વેલરી ખરીદવા માટે ધ્યાનમાં રાખવી પડશે આ બાબત, સરકાર લાવી રહી છે આ નિયમ

Arohi

એંડ્રોયડ ફોનમાં છે 193 ખામીઓ, વિશ્વાસ નહીં આવે… જરા પણ સિક્યોર નથી તમારો ફોન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!