GSTV

દેશની બે દિગ્ગજ કંપનીઓએ 10 દિવસમાં 2 ઈલેક્ટ્રિક સ્કૂટર કર્યા લોન્ચ, જાણો ક્યું છે તમારા માટે શ્રેષ્ઠ

માત્ર 10 દિવસની અંદર જ ભારતમાં બે મોટી ટૂ-વ્હીલર કંપનીઓએ પોતાના ઈલેક્ટ્રિર સ્કૂટરને લોન્ચ કરી દીધુંછે. બજાજ ચેતક બાદ હવે TVS મોટરે ઈલેક્ટ્રિક સ્કુટર સાથે બજારમાં એન્ટ્રી કરી છે. બંને સ્કૂટર દેખવમાં ખૂબ જ શાનદાર છે. તેવામા હવે ગ્રાહકોના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યા હશે કે, આ બંનેમાંથી સૌછી શ્રેષ્ઠ સ્કુટર ક્યું છે? તો ચાલો આ બંને ઈલેક્ટ્રિક સ્કુટર પર નજર કરીએ છીએ.

TVS iQube ની કિંમત

TVS iQube ની કિંમત કર્ણાટકમાં 1.15 લાખ રૂપીયા છે. બેંગલોરમાં આ સ્કૂટરની ઓનરોડ કિંમત છે, કારણ કે, આ સ્કુટરનું સૌથી પહેલા વેચાણ બેગલુરુમાં કરવામાં આવશે. ત્યારબાદ દેશના અન્ય શહેરોમાં પણ વેચવામાં આવશે. કંપનીનું કહેવું છે કે, હાલમાં તે દર મહિને માત્ર 1 હાજર યૂનિટ જ તૈયાર કરશે.

Bajaj Chetakની કિંમત

બજાજ ચેતકને ઇલેક્ટ્રિક સ્કૂટર્સ બે વેરિએન્ટ (અર્બન અને પ્રીમિયમ) માં લોન્ચ કરવામાં આવ્યા છે. અર્બન વેરિઅન્ટની કિંમત 1 લાખ છે અને પ્રીમિયમની કિંમત 1.15 લાખ રૂપિયા છે. બજાજનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર શરૂઆતમાં પૂણે અને બેંગ્લોરમાં મળશે. 2020 ના અંત સુધીમાં આ દેશના અન્ય શહેરોમાં પણ ઉપલબ્ધ થશે.

TVS ઈ-સ્કૂટરની વિશેષતા

ટીવીએસ આઇક્યૂબ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 4.4 KV ઇલેક્ટ્રિક મોટર લાગેલ છે, જે 6 bhpનો પાવર ઉત્પન્ન કરે છે. આ સ્કૂટર 78 કિ.મી.ની ઝડપે દોડી શકે છે. એક વખત સંપૂર્ણ ચાર્જ થઈ ગયા બાદ તેને 75 કિ.મી. સુધી પણ લઈ શકાય છે. આ સ્કૂટર 0 થી 40 km ની ઝડપ 4.2 સેકન્ડમાં પકડી શકે છે.

Bajaj Chetak ની વિશેષતા

બજાજ ચેતકમાં ઈલેક્ટ્રિક મોટર 5.36 bhp પીક પાવર જનરેટ કરે છે. બજાજ ચેતકની ટોપ સ્પીડ 60 કિલોમીટર પ્રતિ કલાકની છે. બજાજ ઓટો ને ચેતક સ્કૂટરની વાત કરીએ તો, આ બે વેરિએન્ટ ઈકો અને સ્પોર્ટ મોડમાં ઉપલબ્ધ હશે. કંપની ઈકો મોડમાં 95 કિલોમીટની રેન્જ ઓફર કરી રહી છે, જ્યારે કે સ્પોર્ટ મોડમાં આ સ્કૂટર 85 કિલોમીટરની રેન્જ આપશે.

બેટરી અને ચાર્જિંગ

TVS આઈક્યુબમાં 4.5 kWh લિથિયમ આયન બેટરી પેક, જ્યારે ચેતક ઈલેક્ટ્રિકમાં 3kWh લિથિયમ આયન બેટરી પેક આપવામાં આવ્યું છે. બંને સ્કૂટરની બેટરીને ફુલ ચાર્જ થયા બાદ 5 કલાકનો સમય લાગશે. સાથે જ જો રાઈડિંગ મોડની વાત કરીએ તો, આ બંને ઈલેક્ટ્રિક સ્કૂટરમાં બે રાઈડિંગ મોડ ઉપલબ્ધ છે. TVS આઈક્યુબમાં ઈકોનમી એને પાવર અને બજાજ ચેતક ઈલેક્ટ્રિકમાં ઈકો અને સ્પોર્ટના નામથી રાઈડિંગ મોડ આપવામાં આવ્યા છે.

સલામતીની દ્રષ્ટિએ બજાજ ચેતકમાં ઈન્ટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ ઉપલબ્ધ થશે. તેમાં એક વિશાળ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ હશે, જે સ્માર્ટફોન અને ટર્ન-બાય-ટર્ન નેવિગેશનને માટે બ્લૂટૂથ કનેક્ટિવિટી પણ સપોર્ટ કરશે. જ્યારે કે, ઇલેક્ટ્રિક સ્કૂટર્સમાં સ્માર્ટ કનેક્ટિવિટીની સાથે જિઓ ફેન્સિંગ, રિમોટ બેટરી ચાર્જ નેવિગેશન જેવી સુવિધાઓ છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં હનીટ્રેપ મામલે ઝડપાયેલા આરોપીઓ અંગે થયો મોટો ખુલાસો

Nilesh Jethva

શ્રીનગરમાં હુમલાખોરોએ ગોળી મારી કરી વકીલની હત્યા, TV ડીબેટમાં રજૂ કરતા હતા કાશ્મીરનો પક્ષ

Pravin Makwana

ડ્રગ્સ કેસમાં NCBએ સારા અલી ખાનને મોકલ્યુ સમન્સ, આ તારીખે થશે પૂછપરછ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!