દુનિયાભરમાં એકથી એક અમીર લોકો છે. પરંતુ શું તમે કોઈને આખો દેશ ખરીદતા જોયા છે? આ વાત સાંભળવામાં ખુબ અજીબ લાગે છે કે આખો દેશ કોઈ કેવી રીતે ખરીદી શકે છે. પરંતુ બંને લોકોએ મળીએ એક દેશ ખરીદી લીધો છે. એમા પણ હેરાન કરવા વાળી વાત છે કે આ બંનેએ દેશ પોતાના પૈસાથી નહિ પરંતુ ક્રાઉડ ફંડિંગ એટલે દાન એકત્રિત કરી ખરીદ્યા છે.
દાન એકત્ર કરીને ખરીદેલા દેશો
એક સમાચાર મુજબ મધ્ય અમેરિકન દેશ બેલીઝ પાસે આવેલો આ ટાપુ બે લોકોએ ખરીદ્યો છે. ડોનેશનથી ખરીદાયેલ આ દેશ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બનેલ છે. રિપોર્ટ અનુસાર, ગેરેથ જોન્સન અને માર્શલ મેયર નામના બે લોકોએ આ દેશને ખરીદ્યો છે. વાસ્તવમાં, વર્ષ 2018માં બંનેએ એક ટાપુ ખરીદવાનું મન બનાવ્યું હતું પરંતુ તેમની પાસે એટલું ભંડોળ નહોતું. આ પછી બંનેએ લેટ્સ બાય એન આઇલેન્ડ નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો.

આ ટાપુ 1.2 એકરમાં ફેલાયેલો છે
આ પ્રોજેક્ટ દ્વારા $250,000 એકત્ર કરવામાં આવ્યા છે. આની મદદથી તેણે 2019માં કોફી કે નામનો ટાપુ ખરીદ્યો હતો. કેરેબિયન દેશ બેલીઝ પાસે આવેલો આ આઈલેન્ડ 1.2 એકરમાં ફેલાયેલો છે. રિપોર્ટ જણાવે છે કે $3,250માં તમે ટાપુનો એક ભાગ ખરીદી શકો છો અને રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં પણ ભાગ લઈ શકો છો.
પોતાનો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત

ગેરેથ જ્હોન્સને જણાવ્યું કે ‘તેણે પોતાનો દેશ બનાવવાનું સપનું જોયું છે’. તે પછી આ ટાપુને એક દેશ તરીકે વિકસાવવાનું વિચાર્યું અને તેના પર કામ શરૂ કર્યું. તેમણે કહ્યું કે આ દેશને પ્રિન્સિપાલિટી ઓફ આઇલેન્ડિયા નામ આપવામાં આવ્યું. નવાઈની વાત એ છે કે પોતાની સરકાર હોવા ઉપરાંત આ દેશનો પોતાનો રાષ્ટ્રધ્વજ અને પોતાનું રાષ્ટ્રગીત પણ છે.
તમે અહીંની નાગરિકતા પણ લઈ શકો છો
તમને જણાવી દઈએ કે આ દેશની નાગરિકતા કોઈપણ લઈ શકે છે. હાલમાં અહીંની વસ્તી 250 જેટલી છે. અહીંની નાગરિકતા મેળવવા માટે તમારે 1500 રૂપિયા ખર્ચવા પડશે. તે જ સમયે, નાગરિકતા પ્રાપ્ત કરવાની સાથે, તમે 2 લાખ રૂપિયા ચૂકવીને આ ટાપુના શેર ખરીદી શકો છો. આ કર્યા પછી તમે અહીં મત આપવા માટે લાયક બનશો.
Read Also
- વિષ્ણુદેવ સાય બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી
- પાકિસ્તાને વૈશ્વિક દરજ્જો મેળવવો હશે તો ભારત જેવા પાડોશીઓ સાથે સબંધો સુધારવા જ પડશે- નવાઝ શરીફ
- આ સરળ ટિપ્સ અજમાવીને બચાવી શકો છો તમારી કારનું ફ્યૂલ, થશે મોટી બચત
- ચાંદખેડામાં પ્રેમ-પ્રકરણમાં યુવતીના કાકા સહિત ત્રણ શખ્સોએ યુવાનનું કર્યું અપહરણ, નગ્ન કરીને ઢોર માર માર્યા બાદ છોડી મૂક્યો
- AHMEDABAD / બસમાં બાજુમાં બેઠેલા યુવકે નશાયુક્ત બિસ્કિટ ખવડાવી બેભાન કર્યા, સાડા ત્રણ લાખ લૂંટી લીધા