GSTV

પીડિતા માટે ટુ-ફિંગર ટેસ્ટ બીજીવાર દુષ્કર્મ સમાન, મહિલા આયોગે કાર્યવાહીની કરી માગ: એરચીફ માર્શલ સુધી પહોંચ્યો મામલો

રેપ

Last Updated on October 1, 2021 by pratik shah

દુષ્કર્મ પીડિતા માટે ટુ-ફિંગર ટેસ્ટ બીજીવાર દુષ્કર્મ સમાન છે. આની પર પ્રતિબંધ છતાં એરફોર્સની એક મહિલા અધિકારીનો ટુ-ફિંગર ટેસ્ટ કરવામાં આવ્યો, જેની પર મહિલા પંચે આકરૂ વલણ વ્યક્ત કર્યુ છે. મહિલા આયોગના અધ્યક્ષ રેખા શાર્મે એર ચીફ માર્શલને પત્ર પણ લખ્યો છે અને આ મુદ્દે કાર્યવાહીની માગ કરી છે. દુષ્કર્મની પુષ્ટિ માટે ટુ-ફિંગર ટેસ્ટ કરવામાં આવે છે. આની પર સુપ્રીમ કોર્ટ પ્રતિબંધ લાગાવી ચૂક્યુ છે. સુપ્રીમ કોર્ટનુ કહેવુ છે કે આ ટેસ્ટથી રેપની પુષ્ટિ કરી શકાતી નથી. કેમ કે આનાથી એ સ્પષ્ટ નથી થતુ કે પીડિતા પહેલેથી સેક્સ્યુઅલી એક્ટિવ હતી કે પછી તેની સાથે રેપ થયો છે. 2014માં ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડીકલ રિસર્ચે પણ ટુ-ફિંગર ટેસ્ટને અવૈજ્ઞાનિક કરાર આપ્યો હતો.

કોર્ટ

મહિલા આયોગે કહ્યુ શરમજનક

ટુ-ફિંગર ટેસ્ટને લઈને કેટલીક વાર ટીકા પણ થઈ ચૂકી છે. જે બાદ પણ મહિલા અધિકારીનો આ ટેસ્ટ કરવામાં આવ્યો. જેની પર મહિલા આયોગે આને શરમજનક હરકત ગણાવી છે. મહિલા આયોગે કહ્યુ કે એરફોર્સના અધિકારીઓને જાણકારી હોવી જોઈએ કે આ ટેસ્ટ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. આયોગે કહ્યુ કે આ મહિલા અધિકારીની ગૌરવ અને ગોપનીયતાનુ હનન છે.

rape

એરફોર્સ કોલેજમાં થયો હતો રેપ

એરફોર્સની મહિલા અધિકારીએ એક અન્ય અધિકારી પર રેપનો આરોપ લગાવ્યો હતો. મહિલા અધિકારીનુ કહેવુ હતુ કે તેમની સાથે એરફોર્સ એડમિનિસ્ટ્રેટિવ કોલેજમાં જ રેપ કરવામાં આવ્યો. આ ઘટનાની કોઈમ્બતુર જિલ્લામાં એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી, જે બાદ આરોપી ફ્લાઈટ લેફ્ટિનેન્ટે પોલીસની સામે સરેન્ડર પણ કરી દીધુ હતુ. હાલ આરોપી પોલીસની કસ્ટડીમાં છે.

READ ALSO

Related posts

ફફડાટ / જામનગરમાં વધુ બે ઓમિક્રોનના શંકાસ્પદ દર્દી નોંધાયા, તંત્રની ચિંતા વધી

Zainul Ansari

મોટા સમાચાર: બેલ્જીયમના એક પ્રાણી સંગ્રહાલયમાં કોરોનાની એન્ટ્રી, બે હિપોપોટેમસ થયા સંક્રમિત

pratik shah

Big Breaking / બુલંદશહરમાં RLD નેતાના કાફલા પર હુમલો, 50 રાઉન્ડ ગોળીઓ ચાલી: 1 મોત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!