GSTV
dang ગુજરાત

ડાંગ જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચારને લઈને શાસક પક્ષના જ બે જૂથો આમને સામને

ડાંગ જિલ્લા પંચાયતનાં શાસનમાં ભ્રષ્ટાચારને લઈ ભાજપાનાં બે જૂથો સામ સામે આવી જતા રાજકારણ ગરમાયુ છે.

જોકે આ મામલો કોંગ્રેસ પ્રેરિત હોવાનું આરોપીઓનું કહેવું છે. ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ, બાંધકામ અધ્યક્ષ સહિત એક જિલ્લા સદસ્ય વિરુદ્ધ ગેરરીતીનાં આક્ષેપો થયા હતા. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીને ફરીયાદ કરવામાં આવી છે. રોડ, ગટર, નાળા અને સાફ સફાઇના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો છે.અગાઉનાં પાંચ વર્ષમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપા અને કૉંગ્રેસનાં ફાળે 9-9 સીટો આવી હતી.જોકે અગાઉનાં પાંચ વર્ષમાં ભાજપા અને કૉંગ્રેસનાં જિલ્લા સદસ્યોએ ભાઈ ભાઈની નીતિ અપનાવી અઢી-અઢી સત્તાનું સુકાન સંભાળ્યુ હતુ.જોકે હાલમાં ભાજપનો કુલ 18 સીટોમાંથી 17 સીટો પર કબજો છે.

જ્યારે કૉંગ્રેસ પક્ષની માત્ર એક જિલ્લા સીટ છે. જો કે હાલમાં ડાંગ જિલ્લા પંચાયતમાં ભાજપાનું શાસન હોવા છતાંય વિકાસના કામોને લઈને ભાજપાનાં સદસ્યોમાં જૂથવાદ ઉગ્ર સપાટીએ આવતા ડાંગનું રાજકારણ ગરમાયું છે.

Related posts

રાજકારણ / 27 વર્ષનું સાશન છત્તાં ગુજરાતમાં આ બેઠકો તોડવામાં ભાજપ નિષ્ફળ, મોદી અને શાહની રણનીતિ પણ નથી રહી સફળ

pratikshah

ગુજરાત ચૂંટણી/ ભાજપ હાર્ડકોરને બદલે સોફ્ટ હિન્દુત્વના પંથે, મોદીએ આ મુદ્દાઓને સાઈડલાઈન કરી દીધા

HARSHAD PATEL

મતના ગણિત/ ભાજપ 60 લાખ આ મતદારોને કરશે ટાર્ગેટ, પીએમ મોદી કરી શકે છે સીધો સંવાદ

HARSHAD PATEL
GSTV