GSTV

સીઆઇડી ક્રાઇમ અને નારકોટીક્સ વિભાગ દ્વારા ચરસ વેચતા બે ઇસમોની ધરપકડ, હાથ ધરાઈ આગળની કાર્યવાહી

Last Updated on January 13, 2022 by Vishvesh Dave

અમદાવાદ નશાકારક પ્રવૃતિઓનુ હબ હોય તેમ લાગી રહ્યુ છે. દિવસેને દિવસે અમદાવાદમાં નશાકારક પદાર્થોનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. સીઆઇડી ક્રાઇમ અને નારકોટીક્સ વિભાગ દ્વારા ચરસ વેચતા બે ઇસમોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલિસ સકંજામાં ઉભેલા આ બંને શખ્સ છે. વિકી ઉર્ફ પાજી સંજય કુમાર અને કિશોર પ્રભુજી પ્રજાપતિ. જેઓને સીઆઇડી ક્રાઇમ અને નારકોટીક્સ સેલ દ્વારા વાયએમસીએ ક્લબ પાસે ચરસનુ વેચાણ કરતા ઝડપી પાડ્યા છે. સીઆઇડી ક્રાઇમને બાતમી મળી હતી કે એસજી હાઇવે, ઇસ્કોન અને બોપલ વિસ્તારમાં નશાકારક પદાર્થોનુ વેચાણ થઇ રહ્યુ છે જેને લઇને સીઆઇડી ક્રાઇમ અને નારકોટીક્સ દ્વારા ટ્રેપ ગોઠવવામા આવી હતી જેમાં બંને ઇમસો માલ લઇને આવ્યા ત્યારે તેઓને ઝડપી પાડવામા આવ્યા. બંને પાસેથી 1.25 લાખની કિમંતનુ 750 ગ્રામ ચરસ અને મોબાઇલ અને ટુવ્હીલર એમ કુલ 1.85 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો છે,

પોલિસ તપાસમાં સામે આવ્યુ છે કે બંને ઇસમો બાવળાથી અજીતસિંહ દરબાર પાસેથી માલ લાવ્યા હતા. જેને લઇને અજીતસિંહ દરબારને પણ ઝડપી પાડવાના ચક્રો પોલિસે ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે વિકી કુમાર સરખેજ પાસેના બીપીઓમાં કામ કરે છે જ્યારે કિશોર પ્રજાપતિ આર ઓ ફિટીંગનુ કામ કરે છે ત્યારે બંને ઇસમો એસજી હાઇવે અને આસપાસના પોશ વિસ્તારના યુવાઓને પોતાનો નિશાન બનાવીને જીવન બરબાદ કરતા હતા ત્યારે બંને કેટલા સમયથી અને કોને કોને માલ આપતા હતા તે મામલે તપાસ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!