GSTV

આજથી બે દિવસ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે, વિકાસના કામોનું થશે શિલાન્યાસ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી બે દિવસની સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવની મુલાકાતે આવી રહ્યા છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંઘપ્રદેશની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિની સુરક્ષા માટે લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી આજે રાત્રી રોકાણ સેલવાસમાં કરશે.

સેલવાસમાં રાષ્ટ્રપતિના આગમનને વધાવવા દમણ ગંગા રિવરફ્રન્ટ પર આજે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના હસ્તે વિકાસના અનેક કાર્યક્રમોનું કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યસ કરાશે. રાષ્ટ્રપતિની સુરક્ષા માટે સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવની સાથે ગુજરાત પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસના જવાનો પણ તેનાત હશે.

Army veteran to President

સાથે જ અર્ધલશ્કરી દળોના જવાનો પણ રાષ્ટ્રપતિની સુરક્ષા માટે તેનાત કરવામાં આવ્યા છે. દમણ કોસ્ટગાર્ડ એરપોર્ટ પર રાષ્ટ્રપતિનું આગમન થશે. ત્યારબાદ એરપોર્ટથી રાષ્ટ્રપતિ સીધા દમણ સ્વામીવિવેકાનંદ ક્રિકેટ સ્ટેડિયમ પર 11 વાગ્યે જનસભા સંબોધશે. જનસભા બાદ રાષ્ટ્રપતિ દમણ અને દાદારનગર હવેલીના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મિટિંગ કરે તેવી સંભાવના છે. ત્યારબાદ સાંજે 4.45 કલાકે દમણ જેટી પર જંપોર સી ફેસ રોડનું ઉદ્ઘાટન કરશે. અને 6 વાગ્યે દમણથી દાદરા નગર હવેલી, સેલવાસ જવા રવાના થશે. જ્યાં સાંજે 7 વાગ્યે દમણ ગંગા રિવર ફ્રન્ટ પર સંકૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

ક્રિકેટ ફેન્સ થશે નિરાશ! IPL 2020 રદ થવાના આરે, આગામી વર્ષે નહી થાય મેગા ઑક્શન

Bansari

15મી માર્ચ બાદ આ શહેરમાં પ્રવેશનારે કરવી પડશે જાણ, નહીં તો કાયદેસરની થશે કાર્યવાહી

Karan

સ્પેન અને ઇટલીમાં કોરોના બેકાબૂ : એટલા કેસો અને મોતના આંક છે કે હોસ્પિટલો પડી રહી છે ઓછી

Karan
Do NOT follow this link or you will be banned from the site!