લાંબા સમય સુધી સંબંધ રાખતા સાથે રહેવું જ લિવ ઇન રિલેશનશિપ નથી તમે ફક્ત બે દિવસ પણ આ પ્રકારે સાથે રહો છો તો પણ લિવ ઇન રિલેશનશિપ માનવામાં આવે છે.પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની ડબલ બેન્ચે આ ટિપ્પણી પ્રેમી દ્વારા પ્રેમિકાની કસ્ટડી તેના માતા-પિતા પાસેથી લઈને તેને સોંપવાની અપીલની અરજી પર કરી છે.
આ પહેલા સિંગલ બેન્ચ સમક્ષ અરજી દાખલ કરતા અરજીકર્તાએ કહ્યું હતું કે તેની પ્રેમિકા તેની સાથે લિન ઇન રિલેશનશિપમાં રહેતી હતી. આ દરમિયાન તેના પરિવારજનો તેને બળપૂર્વક સાથે લઈ ગયા હતા.
સિંગલ બેન્ચે કહ્યું હતું કે એવી કોઈ સાબિતી નથી કે જેનાથી સાબિત થાય કે યુવતી તેની સાથે લિવ ઇન રિલેશનશિપમાં હતી. આ બધું યુવતીને બદનામ કરવાનું ષડયંત્ર છે. આ ટિપ્પણી સાથે સિંગલ બેન્ચે 1 લાખ દંડ ફટકારતા આ રકમ યુવતીને આપવા કહ્યું હતું.

સિંગલ બેન્ચના નિર્ણય સામે ડિવિઝન બેન્ચમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. જેમાં સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું હતું કે યુવતી અને યુવક થોડોક સમય જ સાથે રહ્યા હતા.
જેથી તેને લિવ ઇન રિલેશનશિપ માની શકાય નહીં. આ મુદ્દે હાઇકોર્ટે કહ્યું હતું કે જરુરી નથી કે યુવક અને યુવતી લાંબો સમય સાથે રહે. જો બે દિવસ પણ બંને એકસાથે રહે છે તો તે લિંવ ઇન રિલેશનશિપની શ્રેણીમાં આવે છે.
જોકે હાઇકોર્ટ દ્વારા યુવકની ઉંમર પુછવામાં આવી તો યુવક 20 વર્ષનો હતો. જેથી તેની કસ્ટીમાં આપવાની માંગ ફગાવી દીધી હતી.હાઇકોર્ટે કહ્યું કે યુવક 21 વર્ષની ઉંમરમાં પુખ્ત થાય છે અને તે પહેલા લગ્ન પણ કરી શકે નહીં. આવા સમયે યુવતીની કસ્ટડી તેને આપી શકાય નહીં.
Read Also
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી