GSTV

લાખો કર્મચારીઓ અને મજૂરોની દેશવ્યાપી હડતાળ પર કેન્દ્ર સરકારે આકરા પગલા લેવાની આપી ચેતવણી

Last Updated on January 9, 2019 by

દેશમાં વધતી બેરોજગારી દુર કરવા, લઘુતમ વેતન જેવી અનેક માગો તેમજ કેન્દ્ર સરકારની લોક વિરોધી નીતિઓના વિરોધમાં દેશભરના મજૂરો અને કર્મચારીઓ બે દિવસ માટે હડતાળ પર ઉતરી ગયા છે. આઠમીએ પહેલા દિવસે જ મોટા ભાગના સેક્ટરના કર્મચારીઓ અને મજૂરો હડતાળ પર ઉતર્યા હોવાથી તેની ભારે અસર જોવા મળી હતી. આ હડતાળમા બેંકના કર્મચારીઓ પણ જોડાયા છે જેને પગલે નાણાકીય વ્યવહાર પણ ખોરવાયો છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે હડતાળ પર ઉતરેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓને ચેતણી આવી છે અને પાછા કામ પર ન આવ્યા તો આકરા પગલા લેવામાં આવશે તેવી ચીમકી આપી છે. જોકે આ ચીમકીની અસર કર્મચારીઓ પર નહોતી પડી અને મોટા પ્રમાણમાં લોકો આ હડતાળમાં જોડાયા હતા.

મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, કેરળ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ સહીતના રાજ્યોમાં આ હડતાળની અસર જોવા મળી હતી. મુંબઇમાં ટ્રાન્સપોર્ટના ૩૨ હજાર કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાયા હતા જેને પગલે મુંબઇનો ટ્રાફિક ખોરવાયો હતો, આ કર્મચારીઓએ લઘુતમ વેતનની માગણી કરી હતી અને જો સ્વીકારવામાં ન આવે તો હડતાળ પણ પાછી નહીં ખેંચીએ તેવી ચીમકી આપી હતી. જેને પગલે હજારો બસ અને સરકારી વાહનોને પૈડા થંભી ગયા છે. કેરળમાં પણ બંધની અસર જોવા મળી હતી, અહીં હિંસાની નાની મોટી ઘટનાઓ બની હતી, જેને પગલે શાળા અને કોલેજોને પણ બંધ રાખવા પડયા હતા. બીજી તરફ દેશભરમાં ૧૦થી વધુ મોટા ટ્રેડ યુનિયનોએ એક સાથે મળીને હડતાળ પાડી હતી, જ્યારે રાજ્યોમાં નાના મોટા અન્ય સંગઠનો પણ જોડાયા હતા.

હડતાળ પાળનારાઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પુતળા સળગાવ્યા હતા, આ ઉપરાંત કેટલાક રાજ્યોમાં રેલ-રોડ પર પણ અસર થઇ હતી, ઠેરઠેર ટાયરો સળગાવવાની પણ ઘટનાઓ બની હતી. પશ્ચિમ બંગાળમાં લાંબા રુટની ટ્રેનો બ્લોક કરી દેવાઇ હતી,જેને પગલે પેસેંજરોને તેની અસર થઇ હતી. આ આંદોલન સાથે જોડાયેલા સીટુએ જણાવ્યું હતું કે દેશભરમાંથી આશરે ૨૦ કરોડ જેટલા કર્મચારીઓ, મજૂરો, કામદારો આ હડતાળમાં જોડાયા છે. અને નવમીએ પણ આ આંદોલન જારી રહેશે. કેન્દ્ર સરકારની નીતીઓના વિરોધમાં અને લઘુતમ વેતન ૧૮ હજાર કરવાની માગ સાથે આ આંદોલન કરવામાં આવી રહ્યું છે.

Related posts

કળયુગી પત્ની / પ્રેમ સંબંધમાં અવરોધ બનેલા પતિની પત્નીએ કરાવી હત્યા, આંસુ વહાવવાની જગ્યાએ મૃતદેહનો ઉતાર્યો વીડિયો

Zainul Ansari

સાચવજો! BIG BREAKING: કર્ણાટકમાં ઓમિક્રોની દસ્તક વચ્ચે ચિક્કમગલુરુમાં 69 વિદ્યાર્થી-શિક્ષકોનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, 7 દિવસ સુધી સ્કૂલ સીલ

pratik shah

જાણવા જેવું / એરોપ્લેનના પાઈલટ અને કો-પાઈલટને કેમ આપવામાં આવે છે અલગ-અલગ ફૂડ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!