GSTV
Home » News » દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો આજથી પ્રારંભ

દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો આજથી પ્રારંભ

2019ની લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો આજથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. 11 અને 12 જાન્યુઆરી એમ બે દિવસના અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અધ્યક્ષ અમિત શાહ ભાજપના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. રાષ્ટ્રીય અધિવેશનમાં ભાજપના ટોચના નેતાઓ તેમજ દેશભરના જિલ્લાના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે.

લોકસભા ચૂંટણી પહેલા યોજાનારા અધિવેશનના માધ્યમથી ભાજપ દેશભરના કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપશે. ભાજપને આશા છે કે દેશભરના અંદાજે 10 હજારથી વધુ કાર્યકર્તાઓ રામલીલા મેદાનમાં ઉપસ્થિત રહેશે. કાર્યકર્તાઓ માટે અહીં ભોજનની વ્યવસ્થા પણ કરાઇ છે. અધિવેશન માટે 100 ફૂટ પહોળો અને 40 ફૂટ લાંબું વિશાળ સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે.

અધિવેશનને લઇને દિલ્હી પોલીસ, તેમજ અર્ધલશ્કરી દળો તેમજ ડ્રોનની મદદથી રામલીલા મેદાનની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. સાથે જ અસંખ્ય સીસીટીવી કેમેરાના માધ્યમથી પણ કાર્યક્રમ તેમજ આસપાસના સ્થળો પર નજર રાખવામાં આવશે. ભાજપના અધિવેશનના આયોજનને લઇને અન્ય તમામ જવાબદારીઓ રાષ્ટ્રીય અને દિલ્હી ભાજપના 30 નેતાઓને સોંપવામાં આવી છે.

Related posts

જીત પહેલા ભાજપે બનાવડાવી આટલા કીલોની લડ્ડુ કેક જાણો

Mansi Patel

ત્રિશંકુ પરિણામ આવશે તો, રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો તત્કાળ દાવો રજૂ કરશે વિપક્ષ

Mansi Patel

ક્યાંક પૂજા તો ક્યાંક હવન, ચૂંટણી પરિણામ પહેલાં ભગવાનના શરણે લોકસભા ઉમેદવારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!