GSTV
Home » News » કોહલીની ટીમના આ બે ક્રિકેટર્સ નીકળ્યા દગાબાજ, મેચ ફિક્સિંગ માટે લીધાં 20 લાખ રૂપિયા

કોહલીની ટીમના આ બે ક્રિકેટર્સ નીકળ્યા દગાબાજ, મેચ ફિક્સિંગ માટે લીધાં 20 લાખ રૂપિયા

ભારતીય ક્રિકેટમાં મેચ ફિક્સિંગનુ ભૂત ફરી ધુણ્યુ છે. કર્ણાટક પ્રીમિયર લીગમાં ફિક્સિંગના મામલામાં વધુ બે ક્રિકેટરોની ધરપકડ થઈ છે. આ પૈકી એક ક્રિકેટર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રમી ચુક્યો છે.પોલીસે જેમની ધરપકડ કરી છે તે ક્રિકેટરો બેલ્લારીની ટીમના છે.જેમના નામ સીએમ ગૌતમ અને અબરાર કાજી છે.ગૌતમ ટીમનો કેપ્ટન છે જ્યારે કાજી વિકેટકીપર છે.

આ મામલામાં પહેલા જ ચાર લોકોની પોલીસ ધરપકડ કરી ચુકી છે. જેમાં બેંગ્લોરની ટીમના બોલિંગ કોચ વિનુ પ્રસાદ અને બેટસમેન વિશ્વનાથનો સમાવેશ થાય છે. કોચ પર આરોપ છે કે, સટોડિયાઓ સાથે મળીને બેલાગવીની ટીમ સામે રમાયેલી મેચને ફિક્સ કરી હતી.

પોલીસનુ કહેવુ છે કે, કેપીએલની આ મેચમાં ધીમી બેટિંગ કરવા માટે ખેલાડીઓને 20 લાખ રુપિયા સહિતની બીજી વસ્તુઓ અપાઈ હતી.

આરોપી ગૌતમ ઘરેલુ ક્રિકેટમાં પહેલા કર્ણાટક માટે રમતો હતો પણ હવે તે આ સિઝનમાં ગોવાની ટીમ સાથે જોડાયો છે.આ સિવાય આઈપીએલમાં તે આરસીબી, મુંબઈ ઈન્ડિયન અને દિલ્હી જેવી મોટી ટીમો માટે રમી ચુક્યો છે.

કાજી પણ મિઝોરમ તરફથી ઘરેલુ ક્રિકેટ રમી ચુક્યો છે. બંને ક્રિકેટરો વર્તમાન સિઝનમાં શુક્રવારથી શરુ થતી સૈયદ મુશ્તાક ટ્રોફીમાં પણ રમવાના હતા.

Read Also

Related posts

સાવરકર હવે વીર નહીં ગણાય, આ રાજ્ય સરકારે પુસ્તકોમાંથી આ શબ્દ જ હટાવી લીધો

Arohi

Bigg Boss 13માં આવશે સૌથી મોટો ટ્વિસ્ટ, બિગબૉસના ઘરમાં પરણી જશે આ બંને કન્ટેસ્ટન્ટસ

Bansari

બેન્કોને એટીએમથી ચૂનો લગાવવાની આ ઠગોએ અપનાવી હતી નવી રીત, આ એક જ ભૂલે ફોડ્યો ભાંડો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!