GSTV

ઈન્દોરમાં ત્રિરંગો ફરકાવવાને લઈને બે કોંગ્રેસી નેતાઓ બાખડી પડ્યા, થયો થપ્પડોનો વરસાદ

ગણતંત્ર દિવસ પર મધ્યપ્રદેશના ઈન્દોરમાં ત્રિરંગો ફરકાવવાને લઈને બે કોંગ્રેસી નેતા અંદરોદર બાખડી પડ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના નેતા દેવેન્દ્રસિંહ યાદવ અને ચંદૂ કુંજીર વચ્ચે થપ્પડ અને મુક્કાબાજી જોવા મળી. મળતી માહિતી મુજબ ઈન્દોર સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં આયોજિત પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમ પહેલાં પાર્ટીના બે નેતા અંદરોદર બાખડી પડ્યા હતા. બંને નેતાઓએ એકબીજાને અપશબ્દો કહ્યાં અને એકબીજાને થપ્પડો પણ મારી.

પોલીસ અને અન્ય નેતાઓ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો

જો કે ત્યાં હાજર પોલીસ અને અન્ય નેતાઓ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. કોંગ્રેસ કાર્યાલય ખાતે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ આવવાના હતા. જો કે તેમના આગમન પહેલાં જ બંને નેતા વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર ચર્ચા થઈ હતી. જે બાદ બંને નેતાઓ બાખડી પડ્યા હતા. આટલું જ નહીં મુખ્યમંત્રી કમલનાથ જ્યારે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા ત્યારે તેમના સ્વાગત માટે પણ કોંગ્રેસના નેતાઓ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી.

READ ALSO

Related posts

બ્રિટન/ જીવલેણ વાયરસના કેસોની વૃદ્ધિ વચ્ચે વેલ્સે પૂર્ણ લોકડાઉનની કરી જાહેરાત, સંકટ વધ્યું

pratik shah

કામના સમાચાર/ આજથી શરૂ થઇ 392 સ્પેશિય ટ્રેનો, એક ક્લિકે જાણો તમામ નિયમોથી લઇને ભાડા સુધી બધુ જ

Bansari

ગુજરાત શિક્ષણ બોર્ડના પેપર- રિઝલ્ટ દસ્તાવેજ સાચવવા 24 કરોડનાં ખર્ચે બનશે સ્ટ્રોંગ રૂમ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!