કોરોના કાળમાં બાળકોના હાથમાં મોબાઈલ આવ્યા. ઓનલાઈન ક્લાસના મામલે પરિવારના સભ્યોએ બાળકોને મોબાઈલ આપ્યા હતા. તેના પરિણામો રોજેરોજ સામે આવી રહ્યા છે. બે બાળકોને મોબાઈલમાં ગેમ રમવાની લત લાગી ગઈ. એકના પિતાના ખાતામાંથી 39 લાખ અને બીજાના પિતાના ખાતામાંથી 12 લાખ રૂપિયા કપાયા હતા. ખાતામાંથી આટલી મોટી રકમ કપાઈ જતાં પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. સાયબર સેલનો મામલો સામે આવતાં તપાસમાં આ રહસ્ય સામે આવ્યુ હતું. રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં ગેમ પ્રોવાઈડર કંપની વિરુદ્ધ કેસ થયો છે.
ખાસ વાત એ છે કે રેન્જ સાયબર સ્ટેશન પોલીસ પણ સમજી શકતી નથી કે કયા આધારે કાર્યવાહી કરવી. નિષ્ણાતોનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. સિંગાપોર બેઝ ગેમ પ્રોવાઈડર કંપની પાસે એડવોકેટ્સની ફોજ છે. તેઓ કહી રહ્યા છે કે ગેમ ડાઉનલોડ કરતી વખતે ઘણી શરતો લખેલી હોય છે. તેને Agree કર્યા પછી જ ગેમ ડાઉનલોડ થાય છે.

આધુનિક હથિયાર માટે કરાઈ ચુકવણી
ગેમમાં આગળના સ્ટેજ અને આધુનિક હથિયાર માટે ચકવણી કરવાની હોય છે. ગેમ રમનારને તેને ઓકે કર્યુ ત્યારે જ ખાતામાંથી પૈસા કપાયા હતાં. જેમાં કંપનીનો વાંક ક્યાં છે? વાલીનો વાંક છે, તેમને એ જોવું જોઈએ કે, બાળકો શું કરી રહ્યા છે. બંને પીડિત નિવૃત્ત ફોજી છે. રેન્જ સાઇબર પોલિસ સ્ટેશને પણ કાયદાકીય કાર્યવાહી કરવાનો નિર્ણય લઈ લીધો છે. જેમાં કાયદાકીય અભિપ્રાય પણ લેવામાં આવ્યો છે. રેન્જ સાઇબર પોલિય સ્ટેશનના ઈન્ચાર્જ આકાશ સિંહે જણાવ્યુ કે, કેસ નોંધ્યા બાદ તપાસ કરવામાં આવી રહી છે. મોબાઈલ પર બાળક શું કરી રહ્યો છે તેની ખાતરી જરૂર કરો.
ઓનલાઇન ગેમિંગ સામે કેવી રીતે કરવું રક્ષણ?
જ્યારે માતાપિતા જરૂરી કામમાં પોતાને વ્યસ્ત રહે છે, ત્યારે તેઓ તેમના ફોન બાળકોને સોંપે છે. આનાથી ઓનલાઈન વિડીયો અને ગેમ્સ રમવાની લત લાગી જાય છે. તે જે જોઈ રહ્યો છે તેના પર માતા-પિતા ધ્યાન આપતા નથી. જો તમે પણ આવું કરો છો તો તમારે તમારી આદત બદલવી પડશે. પેરેંટલ લોક સેટિંગ અપનાવો.

સિંગાપોરના ખાતામાં પૈસા થયા ટ્રાન્સફર
ખંડૌલી વિસ્તારમાં રહેતા નિવૃત્ત સૈનિકના ખાતામાંથી 39 લાખ રૂપિયા નીકળી ગયા હતા. સાયબર પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ રકમ Paytm થી કોડા પેમેન્ટમાં અને પછી સિંગાપોરના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. અકાઉન્ટ ક્રાફ્ટન કંપનીનું છે. આ કંપની પાસે બેટલ ગ્રાઉન્ડ્સ ઈન્ડિયા નામની મોબાઈલ ગેમ છે. જે ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. ભારતમાં PUBG પર પ્રતિબંધ છે. PUBG પછી મોબાઈલ ગેમર્સ તેના દિવાના થઈ ગયા છે. આખો દિવસ તેને મોબાઈલમાં રમતા રહે છે. આગળ શું થશે? તે જાણવાની હોડમાં કેટલા પૈસા કપાશે તે જાણ્યા વિના યસ આપતા જાય છે.
ગૂગલ પ્લે સ્ટોરને કેવી રીતે નિયંત્રિત કરવું
Google Play Store પર જાઓ. ઉપર દર્શાવેલ ત્રણ બાર પર ક્લિક કરો. અહીંથી તમને સેટિંગનો વિકલ્પ મળશે. સેટિંગની અંદર જવા પર, તમે ફેમિલી વિકલ્પમાં પેરેંટલ કંટ્રોલ્સ જોશો. તેને ઓન કરતા જ પિન માંગવામાં આવશે ત્યાં જઈને તમે નવો પિન ઉમેરી દો, જે તમને યાદ રહે.
READ ALSO:
- BIG BREAKING / સુપ્રીમકોર્ટે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો, 9 વાગ્યે મહત્વનો ચુકાદો આપશે
- મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષમાં અમિત શાહની એન્ટ્રી : ભાજપ હવે ઉદ્ધવ સરકારને ઉથલાવી દેશે
- પુત્ર આકાશ પછી પુત્રી ઈશાને આ બિઝનેસ સોંપી શકે છે મુકેશ અંબાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેને બનાવ્યો ખાસ પ્લાન
- નૂડલ્સ તો ઘણા ખાધા હશે, આજે ટ્રાય કરો કોકોનટ સૂપ નૂડલ્સ-સ્વાદમાં આવશે પોઝિટીવ બદલાવ
- એકનાથ શિંદે ગ્રુપના બાગી ઉમેદવારોને ન મનાવી શક્યા ઉદ્ધવ ઠાકરે, ફ્લોર ટેસ્ટ ટાળવા સરકારની સુપ્રીમ સુધી લડાઈ