શું પોલીયોની રસી આપ્યા બાદ કોઇ બાળકનું મોત થઇ શકે. આ સવાલ ચોંકાવનારો છે. પરંતુ ઘટના જ કંઇક એવી બની છેકે આ સવાલ ઉઠી રહ્યા છે. સુરતમાં કામરેજ ખાતે દોઢ મહિનાના બે બાળકોના મોત થઇ ગયા છે. પરિવારજનોનો આક્ષેપ છેકે બંને બાળકોના મોત પોલીયોની રસી અપાયા બાદ થયા છે. ત્યારે હાલ તો પરિવારજનો લાશને સ્વીકારવાનો ઇન્કાર કરી રહ્યા છે.
તસ્વીરમાં દેખાતા આ માસૂમ બાળકો હવે આ દુનિયામાં નથી રહ્યા. કદાચ આ બાળકોની જિંદગી દોઢ મહિનાની જ હશે. પણ જ્યારે આ બાળકોના મોતનું કારણ જાણશો ત્યારે દરેક માતાપિતા એક વખત જરૂરથી વિચારમાં પડી જશે કે માસૂમ બાળકોને પોલીયોની રસી આપવી કે નહીં. સુરતના કામરેજ ખાતે રહેતો ભરવાડ પરિવાર હાલમાં આક્રંદ કરી રહ્યો છે. કારણકે 4 દિકરી પર બે જોડીયા પુત્રનો જન્મ થયો પરંતુ આ ખુશી માત્ર દોઢ મહિનો ટકી.

કામરેજમાં આંગણવાડી ખાતે આ બંને બાળકોને પોલીયોની રસી અપાઇ તેના બીજા દિવસે આ બાળકો ઉઠયા જ નહીં. આ ઘટના બાદ મૃતક બાળકોના પરિવારે બંને બાળકોના ફોરેન્સીક પીએમ કરાવીને બાળકોના મોતનું સાચુ કારણ ન જણાવાય ત્યાં સુધી બાળકની લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. જયરાજ અને જયમીલના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે. તેઓનો આક્ષેપ છેકે બાળકોના મોત પોલીયોની રસી આપ્યા બાદ જ થયા છે.
આ ઘટનાએ ચોક્કસપણે કેટલાક સવાલો સર્જ્યા છે.
- શું ખરેખર બાળકોના મોત પોલીયોના રસી અપાયા બાદ થયા હશે ?
- કે મોતનું કારણ કોઇ બીજુ હશે ?
- શું ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું છે ?
- શું પોલીયોની રસીને યોગ્ય રીતે નહીં રખાય હોય તેટલા માટે મોત થયા છે?
આ ઘટનામાં સવાલો ઘણા છે અને જવાબ છે માત્ર બે માસૂમ બાળકોની લાશ જેનું મોત થઇ ગયું છે ત્યારે ફોરેન્સીક પીએમ રિપોર્ટમાં શું કારણ અપાય છે તે જોવાનું મહત્વનું બની રહેશે.
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….