GSTV
breaking news India News

AAPને 2 કરોડ રૂપિયા દાન કરનાર હતા કાળાધનના કારોબારી, નકલી કંપની બનાવીને કરતા હતા સફેદ નાણાં

દિલ્હી પોલીસની આર્થિક ગુનાખોરી વિંગે નકલી કંપની દ્વારા અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને બે કરોડનું દાન આપવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા બંને શખ્સો દિલ્હીના છે. પકડાયેલા લોકોની ઓળખ મુકેશ કુમાર અને સુધાંશુ બંસલ તરીકે થઈ છે. મુકેશ શર્મા દિલ્હીમાં પ્રોપર્ટી ડીલિંગ અને તમાકુનો ધંધો કરે છે. બંને પર આરોપ મૂકવામાં આવ્યો છે કે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા 31 માર્ચ, 2014 ના રોજ આમ આદમી પાર્ટીને દાનની ગેરકાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. નોંધપાત્ર વાત એ છે કે, આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને ભાજપમાં જોડાયેલા કપિલ મિશ્રાએ પણ આમ આદમી પાર્ટી પર બનાવટી કંપનીઓ પાસેથી દાન લેવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે દાવો કર્યો હતો કે ઘણી નકલી કંપનીઓએ આમ આદમી પાર્ટીને દાન આપ્યું છે અને પક્ષને આની જાણકારી છે. કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યો હતો કે ચંદાના નામે બનાવટી કંપનીઓની મદદથી બ્લેક મનીને વ્હાઇટ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, કપિલ મિશ્રાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલે સરકાર બનાવ્યા પછી બનાવટી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યા હતા.ચંદાના નામે આપવામાં આવેલ નાણાં પણ કેજરીવાલના નજીકના લોકો હતા.

Related posts

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu

શું 51 વર્ષ બાદ કોંગ્રેસને દલિત અધ્યક્ષ મળશે ?

Hemal Vegda

મલ્લિકાર્જુન ખડગેના રાજીનામા બાદ રાજ્યસભામાં નેતા બનવા કોંગ્રેસમાં ખેંચતાણ શરૂ

GSTV Web Desk
GSTV