GSTV
Home » News » ઓઢવમાં ઈમારત ધરાશાયી થવા બાબતે મ્યુનિસિપલ કમિશ્નરે તપાસના આપ્યા આદેશ

ઓઢવમાં ઈમારત ધરાશાયી થવા બાબતે મ્યુનિસિપલ કમિશ્નરે તપાસના આપ્યા આદેશ

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ઈમારત ધરાશાયી થવાને લઈને મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ તપાસના આદેશ આપ્યા છે.તો સાથે જ જે આવાસ યોજનાની ઈમારત પડી છે.તેની આસપાસની તમામ ઈમારતની ચકાસણી કરવામાં આવે.ભયજનક લાગતી ઈમારતો ઉતરવાના પણ તાત્કાલીક આદેશ આપ્યા છે.ભયજનક ઈમારતોમાં રહેતા નાગરિકો સાથે સંયમ રાખીને કામ લેવાના પણ મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યા છે. વૈકલ્પિક વ્યવસ્થા કરવા અંગે અધિકારીઓ પાસે સૂચન માંગ્યા છે.

ઓઢવમાં ગરીબ આવાસની બે ઈમારતો ધરાશાયી થયા બાદ તેને બ્રિગેડ કોલ જાહેર કરાયો. ફાયરબ્રિગેડના 80 વધુ કર્મચારીઓ જોતરાયા. આ મોટી ઘટનાને લઈને ગાંધીનગરથી નેશનલ ડિઝાસ્ટર રિઝર્વ ફોર્સ એટલે કે એનડીઆરએફની ટીમની મદદ લેવાઈ. ગાંધીનગરથી એનડીઆરએફની ચાર ટીમને તાબડતોબ તૈનાત કરવામાં આવી. તો બીજી ટીમ વડોદરાથી અમદાવાદ આવી છે. એનડીઆરએફ સાથે સ્નીફર ડોગની ટીમ પણ જોડાઈ છે. જોકે એનડીઆરએફના અધિકારીએ કહ્યું કે વધુ ટીમની જરૂર નથી. હાલની ચાર ટીમ અધ્યાધુનિક સાધન સામગ્રી સાથે બચાવ કામગીરી કરી રહી છે.

ઓઢવ વિસ્તારમાં સરકારી આવાસ ધરાશાયી થવાનો મામલો. કાટમાળ ખસેડવાની કામગીરી મોડી રાતથી શરૂ. બપોર 12 વાગ્યા સુધી કામગીરી રહેશે ચાલુ. હાલ સ્થિતિ કન્ટ્રોલમાં. પોલીસના અધિકારી સહિત એનડીઆરએફની ટિમ ઘટના સ્થળે.

 

Related posts

કૃષિ વિભાગે આટલા લાખ હેકટર વિસ્તારમાં સર્વે કર્યો પૂર્ણ, કાલે સીએમને સોપવામાં આવશે રિપોર્ટ

Nilesh Jethva

રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી ભ્રષ્ટાચારની યોજના, ભાજપની ભગીની સંસ્થાના સરકાર પર મોટા આક્ષેપો

Nilesh Jethva

શામળાજીથી દર્શન કરીને પરત ફરતા લોકોને કાળ આંબી ગયો, ટ્રકે રિક્ષાને અડફેટે લેતા ચારના મોત, 6 ઘાયલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!