GSTV

બળાત્કારનો બદલો બળાત્કાર! બહેન સાથે કરવામાં આવી હતી હેવાનિયત, 2 ભાઈઓએ આરોપીની બહેન પર કર્યો ગેંગરેપ

Last Updated on September 21, 2021 by Vishvesh Dave

મધ્યપ્રદેશમાં સગીર બહેન સાથેની ક્રૂરતાનો બદલો લેવા માટે, બે સગા ભાઈઓએ મળીને ગેંગરેપની ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપ્યો છે. આરોપીની સગીર બહેન પર 7 મહિના પહેલા પીડિતાના ભાઈએ બળાત્કાર કર્યો હતો. આ હૃદયદ્રાવક ઘટના રીવા જિલ્લાના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની છે.

કિશોરી

7 મહિના પહેલા એક કિશોરી સાથે દુષ્કર્મ થયું હતું. હવે આરોપીની 16 વર્ષની બહેને પીડિતાના બે સગા ભાઈઓ પર ગેંગરેપનો આરોપ લગાવીને ચોંકાવી દીધા છે. ફરિયાદ નોંધાવતી વખતે કિશોરીએ જણાવ્યું હતું કે ઘરમાં પ્રવેશ્યા બાદ બંને સગા ભાઈઓએ તેની સાથે હેવાનિયત કરીને અને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઇ ગયા હતા. આ થયું તે સમયે તે ઘરમાં એકલી હતી. પોલીસે ગેંગરેપ કેસમાં પોક્સો એક્ટ (POCSO) સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

બદલો લેવાના ઇરાદાથી, ગેંગરેપ?

પ્રાથમિક તપાસમાં તે બદલો લેવાની ભાવનાથી થયેલ બળાત્કાર માનવામાં આવી રહ્યો છે. 7 મહિના પહેલા એક સગીર સાથે બળાત્કારની ઘટના બની હતી, જેનો આરોપી હજુ જેલમાં છે. આરોપીની સગીર બહેન પર સામુહિક બળાત્કાર થયો છે. અગાઉની ઘટનાનો ભોગ બનેલા ભાઈઓએ બદલો લેવાના ઇરાદાથી ગુનો કર્યો છે. પોલીસ આરોપીઓને પકડવા માટે ઠેક ઠેકાણે દરોડા પાડી રહી છે પરંતુ આજ સુધી તે હાથમાં આવ્યા નથી.

એસપી શિવકુમાર વર્માએ કહ્યું કે પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. કિશોરીની મેડિકલ તપાસ કરવામાં આવી છે અને સમગ્ર મામલે કાર્યવાહી થઈ રહી છે.

ALSO READ

Related posts

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana

લેભાગુઓના કરતૂત યથાવત: છેલ્લા આઠ વર્ષમાં શહેરની વિવિધ બેન્કોમાં 6 કરોડથી વધુ નકલી નોટો થઈ જમા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!