કલકત્તામાં ભાજપ માટે એક જ દિવસમાં બે માઠા સમાચાર

કોલકાતા હાઈકોર્ટે તરફથી ભાજપને ઝટકો મળ્યો છે. હાઈકોર્ટે ભાજપ અધ્યક્ષ અમિત શાહની રથયાત્રા પર હાલ રોક લગાવી છે. અને આ મામલે વધુ સુનાવણી 9 જાન્યુઆરીએ થશે. તો રથયાત્રા પહેલા પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષના કાફલા પર હુમલો થયો. તેઓ ભાજપની રથયાત્રા અંતર્ગત ખાલીસામારીમાં જનસભામાં ભાગ લેવા જઈ રહ્યા હતા.

પાર્ટી અધ્યક્ષ પર થયેલા હુમલા બાદ કાર્યકરો કોલકાતાની સડકો પર ઉતરી આવ્યા હતા. ભાજપે તેમના પ્રદેશ અધ્યક્ષ પર ટીએમસીના કાર્યકરોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ભાજપના કાર્યકરોના જણાવ્યા પ્રમાણે ટીએમસીના કાર્યકરો કાળા ઝંડા લઈને જોવા મળ્યા હતા. અને પરત જાઓના નારા લગાવતા હતા. અને હુમલો કર્યો હતો. બાદમાં પોલીસે દિલીપ ઘોષને એસ્કોર્ટ કરીને જનસભા સુધી પહોંચાડ્યા હતા.

ટીએમસી કાર્યકરોએ ભાજપ અધ્યક્ષ અમિત શાહની તસવીરો વાળા બેનર પણ ફાડી નાંખ્યા હોવાનો પણ ભાજપે આક્ષેપ કર્યો. તો આ દરમિયાન ભાજપે બીજા માઠા સમાચાર એ મળ્યા કે કોલકાતા હાઈકોર્ટે ભાજપની રથયાત્રા પર રોક લગાવી દીધી છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter