GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

પીએમસી બેન્કના કરોડો રૂપિયાના કૌભાંડમાં બે ઓડિટરની ધરપકડ કરાઈ

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (પીએમસી) બેન્કના કરોડો રૂપિયાના કૌભાંડમાં આિર્થક ગુના શાખાના અિધકારીઓએ બે ઓડિટરની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે અગાઉ પીએમસી બેન્કના ઉચ્ચ અિધકારી એચડીઆઇએલના પ્રમોટર્સની પકડમાં હતા. બીજીબાજુ પીએમસી બેંકના બે ભૂતપૂર્વ સંચાલકની આગોતરા જામીન અરજીને સેશન્સ કોર્ટે ફગાવી હોવાની માહિતી આિર્થક ગુના શાખાએ આપી છે.

મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ગઈ કાલે રાતે આબેન્કના ઓડિટર જયેશ સંઘાની અને કેતન લાકડાવાલાની ધરપકડ કરી છે. હાલમાં પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કમાં અંદાજે 4,355 કરોડ રૂપિયાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.આ કૌભાંડમાં સંડોવાયેલા બેન્કના ઉચ્ચ અધિકારીને બચાવવા માટે બન્ને ઓડિટરે મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. પોલીસે જયેશ અને કેતનની કૌભાંડ બાબતે પૂછપરછ કરી હતી. પણ તેઓ સંતોષજનક જવાબ આપી શક્યા નહોતા. છેવટે કેસ નોંધીને બન્નેને પકડવામાં આવ્યા હતા. આ બેન્કમાં નાણાં ફસાઈ જતા હતાશામાં છ જણે જીવ ગુમાવ્યો છે.

દરમિયાન સેશન કોર્ટે પીએમસી બેન્કના બે ભૂતપૂર્વ સંચાલકો આરોપી પરમીત સોધી અને સુરજીતસિંહ નારંગની અરજી ફગાવાઇ છે. ધરપકડ પામેલા સુરજીતસિંહ અરોરાએ બિમારીના કારણસર જામીન અરજી કરી હતી જેની સુનાવણી 16 નવેમ્બર પર રાખવામાં આવી છે. આરોપીની જામીન અરજીના વિરોધમાં પીએમસી બેંકના ખાતેદારો મોટી સંખ્યામાં કોર્ટ બહાર ભેગા થયા હતા. સુનાવણી લંચ બાદ હોવાથી ખાતેદારોએ પોલીસ કમિશનર સંજય બર્વેની મુલાકાત લીધી હતી. કમિશનરે આ પ્રકરણે થઇ રહેલી કાર્યવાહીની માહિતી આપી હતી.

દરમિયાન પીએમસી બેન્કમાં કૌભાંડ થયાનું બહાર આવતા આરબીઆઈએ બેન્ક પર નિયંત્રણો મૂકી દીધા છે. સોમવારે બેન્કના 400 જેટલા ખાતેદારોએ મુંબઈના પોલીસ કમિશ્નર સંજય બર્વેની મુલાકાત લઈ તેમને સેહલી પડતી હાડમારી અને સમસ્યાથી વાકેફ કર્યા હતા.

READ ALSO

Related posts

WHOની ચેતવણી : વેક્સીન કોઈ મેજિક ટેબ્લેટ નહીં હોય, જે કોરોના વાયરસને તાત્કાલીક જ ખતમ કરી દેશે

Nilesh Jethva

દક્ષિણ કોરીયામાં મુશળધાર વરસાદથી 30ના મોત, 12 લાપતા

Mansi Patel

દેશમાં જલ્દી લાગૂ કરો વસ્તી નિયંત્રણનો કાયદો, આ સાંસદે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!