GSTV

જામિયાના ગેટ નં.5 બહાર ફાયરિંગ કરી બે હુમલાખોર ભાગી છૂટયા, ચાર દિવસમાં ગોળીબારની ત્રીજી ઘટના

Last Updated on February 3, 2020 by Bansari

દિલ્હીની જામિયા મિલિયા યુનિવર્સિટીના ગેટ નંબર-5 બહાર રવિવારે મોડી રાતે 12 વાગ્યે ગોળીબાર થયો હતો. લાલ સ્કૂટી પર સવાર બે લોકો ગોળીબાર કરીને ભાગી છૂટયા હતા. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગદિલીપૂર્ણ થઈ ગયું હતું. સ્થળ પર હાજર લોકોએ હુમલાખોરોને ભાગી છૂટતા જોયા હતા. છેલ્લા ત્રણ દિવસમાં ગોળીબારની આ ત્રીજી ઘટના છે.

રવિવારે મોડી રાતે થયેલા ગોળીબારની ઘટનાને નજરે જોનારા સાક્ષીઓએ જણાવ્યું કે ફાયરિંગ કરનારા લોકો લાલ સ્કૂટી પર આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ ગોળીબારની ઘટના પછી સૃથળ પર હાજર વિદ્યાર્થીઓમાં ભાગદોડ મચી ગઈ હતી.

પોલીસ હાજર હોવા છતાં ગોળીબારની ઘટનાના કારણે લોકોમાં પોલીસ પ્રત્યે નારાજગી અને આક્રોશ ફેલાયા હતા. આ ઘટના પછી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જામિયા યુનિવર્સિટી ખાતે પહોંચવા લાગ્યા હતા. વિદ્યાર્થીઓએ જામિયા નગર પોલીસ સ્ટેશન બહાર આ ઘટનાના વિરોધમાં દેખાવો કર્યા હતા.આ કેસમાં અધિક ડીસીપી કુમાર જ્ઞાાનેશે જણાવ્યું કે, એસએચઓ જામિયા નગરે તેમની ટીમ સાથે જઈને વિસ્તારની તપાસ કરી હતી. ત્યાં તેમને ગોળીના ખાલી રાઉન્ડ મળ્યા નથી.

આ સિવાય કિથત હુમલાખોર કઈ ગાડીમાં આવ્યા હતા તે અંગે લોકોના નિવેદનો અલગ અલગ છે. 30મી ફેબુ્રઆરીએ જ જામિયા નગરમાં રામભક્ત ગોપાલ નામના યુવાને દેખાવકારો પર ગોળીબાર કર્યો હતો. ત્યાર પછી શનિવારે શાહીનબાગ બહાર એક યુવાને ગોળીબાર કર્યો હતો.

Read Also

Related posts

મેકઓવર: યોગી કેબિનેટનું આજે વિસ્તરણ, જિતિન પ્રસાદની જગ્યા ફિક્સ, આનંદીબેન પટેલ સાંજે લેવડાવશે શપથ

Pravin Makwana

ધર્મગુરુ ઝાકીર નાઈકને પુત્રવધુ જોઈએ છે, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ અને મુકી આવી શરતો

Pravin Makwana

સ્વામીએ મોદી સરકારની વિરુદ્ધમાં જઈ મમતાનો સપોર્ટ કર્યો, કયો કાયદો મમતા બેનરજીને રોમ જતા રોકે છે ?

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!