GSTV

80 કરોડનું 20 કિલો હેરોઇન ઝડપાયું, જાણો ક્યાં થતું હતું સપ્લાય

પોલીસે બે અલગ અલગ ઘટનાઓમાં ડ્રગ સપ્લાય કરનાર છ જણાની ધરપકડ કરી હતી. પ્રથમ કિસ્સામાં આજે પોલીસે આંતરરાજ્ય ગેંગના ખેપિયાઓ પાસેથી  રૃપિયા ૮૦ કરોડનું  ૨૦ કિલો હેરોઇન પકડી પાડ્યું હતું. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને બાતમી મળી હતી કે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી અને મધ્ય પ્રદેશમાં અલગ અલગ ગેંગ હેરોઇન સપ્લાય કરવામાં સક્રિય હતી.

રવિવારે સાંજે રિઠાલામાંથી પોલીસે ટ્રકમાં આવી રહેલા સાજીદ અલી અને શાકીરને પકડયા હતા. તેમની પાસેથી પંદર કિલો હેરોઇન કબજે કર્યું હતું. આરોપીઓએ ઘટસ્ફોટ કર્યો હતો કે છેલ્લા ચાર વર્ષથી તેઓ  બરેલીના રાશીદ નામના એક ડ્રગ પેડલર વતી આ કામ કરે છે. તેમને પશ્ચિમ ંબગાળના માલ્દામાંથી હેરોઇન મળતું હતું જ્યાં મ્યામનારમાંથી કાચો માલ આવતો હતો, એમ પોલીસે કહ્યું હતું. એક અન્ય જગ્યાએથી પોલીસે નિરંકારી સરોવરમાંથી સંજય,

મૌસન અલી અને છોટે ખાનને એ વખતે પકડ્યા હતા  જ્યારે તેઓ  કારમાં હેોરઇનની ડીલીવરી આપવા  આવી રહ્યા હતા.

 તેમની પાસેથી ત્રણ કિલો હેરોઇન જ્યારે બે કિલો માર્કોટિક જપ્ત કરવામાં આવ્યું હતું. તેમણે આ કેફી પદાર્થ કારના વિવિધ પાર્ટ્સમાં છુપાવ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે, આ માલને સપ્લાય કરનાર મુખ્ય આરોપી જલીલ ખાનને ઉત્તર પ્રદેશના બરેલીથી પકડી લેવામાં આવ્યો હતો. પુછપરછમાં મોસમ, છોટે અને સંજયે ઘટસ્ફોટ કર્યો હતો કે તેમને બરેલીમાં રહેતાં જલીલ ખાન અને મુસ્કીમ પાસેથી ડ્રગનો જથ્થો મળતો હતો.

તેઓ આ જથ્થાને પંજાબ, ઉત્તર પ્રદેશ અને દેશના પાટનગર દિલ્હીમાં સપ્લાય કરતા હતા. જલીલે કહ્યું હતું કે તેને બરેલીમાંથી જથ્થો મળતો અને તેને પોતાના છુપા અડ્ડામાં છુપાવી દેતો હતો.

Related posts

ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં સરકાર ખેડૂતોના રોષનો ભોગ બની, પાવર સબ સ્ટેશનને જ લગાવી દીધી આગ

Mayur

‘ગંભીરે’ રાજનીતિને ‘ગંભીર’ રીતે ન લેતા દિલ્હીમાં લાગ્યા પોસ્ટર, ‘શું તમે આ વ્યક્તિને જોયો છે ?’

Bansari

જામનગરમાં પ્રોફેસરની કાર પર ભડાકા કરનારાઓને પોલીસે ઝડપી પાડ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!