GSTV

ઓળખાણનો લાભ લઈ લાખો રૂપિયાના દાગીનાની ખરીદી કરનારા બે આરોપીઓની ધરપકડ, ભાજપનો સભ્ય પણ છે સંડોવાયેલો

Last Updated on June 19, 2021 by Pravin Makwana

બીલીમોરાનાં આર.એ. પરીખ જવેલર્સમાંથી ઓળખાણનો લાભ લઇ બે વર્ષ અગાઉ 60.71 લાખના સોનાના દાગીના ખરીદી કરી છેતરપીંડી કરવાના પ્રકરણમાં મુખ્ય આરોપી અને ગણદેવી તાલુકા પંચાયતનો ભાજપી સભ્ય હર્ષિલ નાયક 18 દિવસ બાદ પોલીસ સમક્ષ હાજર થયો હતો.

પોલીસે આરોપી પાસેથી 1200 ગ્રામ સોનાના દાગીનાની રિકવર કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.આ સમગ્ર પ્રકરણમાં બીલીમોરાની આર. એ. પરીખ જવેલર્સના માલિક શેતલ મંડળીયા સાથેની ઓળખાણનો લાભ લઇ બીલીમોરાના જ જયમીન પટેલે તેની બહેન અરિશ્મા પટેલ સાથે મળીને બે વર્ષ અગાઉ અલગ-અલગ સમયે ફુલ 60.71 લાખ રૂપિયાના સોનાના દાગીના ખરીદ્યા હતા.  પણ તેના બીલ ચુકવવામાં આનાકાની કરતા શેતલ મંડલીયાએ ઉઘરાણી કરતા, તેમને રૂપિયા આપવાની ના પાડી ભાઈ-બહેને ધમકી આપી હતી. જેમાં બીલીમોરા પોલીસ મથકે જવેલર્સ શેતલ માંડલીયાએ ફરિયાદ આપતાં પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી બંને આરોપી ભાઈ-બહેનની ધરપકડ કરી હતી અને તેમનાં રિમાન્ડ મેળવ્યા હતા.

જેમાં મુખ્ય આરોપી અરિશ્મા પટેલે ખરીદી કરેલા સોનાના 170 તોલા દાગીના પૈકી કેટલાક દાગીના પોતાના પુરૂષ મિત્ર અને ગણદેવી તાલુકા પંચાયતનાં ભાજપ સભ્ય હર્ષિલ જયેશભાઈ નાયકને આપ્યા હોવાની કબૂલાત કરી હતી.

READ ALSO

Related posts

60 વર્ષની ઉંમરે નહીં થાય પૈસાની કમી, અહીં કરો રોકાણ અને મેળવો દર મહિને 2 લાખ રૂપિયાનું પેંશન

Pritesh Mehta

ચિંતાજનક: લિંબાયતની સુમન શાળા નંબર પાંચનો વિદ્યાર્થીનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, 46 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ થયા

pratik shah

નવુ સેવિંગ અકાઉન્ટ / ATMમાંથી રોજ કાઢી શકો છો 1.5 લાખ રૂપિયા, જમા રૂપિયા પર FD કરતા વધુ વ્યાજ અને મફતમાં 25 લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ: આ બેંકે કરી નવા ખાતાની જાહેરાત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!