GSTV

ટ્રમ્પ પાસેથી છીનવી લેશે TWITTER અકાઉન્ટ, શપથગ્રહણ બાદ સત્તાવાર અકાઉન્ટ બાઈડેનને સોંપી દેવાશે

ટ્વિટરે અમેરિકાના રાષ્ટ્રપતિના સત્તાવાર ‘પોટસ’ અકાઉન્ટનું નિયંત્રણ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિજયી બનેલા જો બાઈડેનને સત્તાવાર રીતે 20 જાન્યુઆરીએ શપથગ્રહણની સાથે જ સોંપી દેશે. ટ્વિટરે કહ્યુ હતું કે, ભલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં હાર સ્વિકારી ન હોય, પણ તેઓ આ હસ્તાંતરણની પ્રક્રિયાને પુરી કરશે. પોટસ (પ્રેસિડેંટ ઓફ યુએસ અથવા પીઓટીયૂએસ) અમેરિકાના રાષ્ટ્રપતિનું સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ છે અને તે ડોનાલ્ડ ટ્રમ્પના અકાઉન્ટથી અલગ છે. જેમાંથી તેઓ ટ્વિટ કરી રહ્યા છે. બાઈડેન શપથગ્રહણ કર્યા બાદ અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બની જશે.

ટ્વિટરે કહ્યુ હતું કે, અકાઉન્ટને સોંપવાની પ્રક્રિયામાં ટ્રમ્પની ટીમ અને નવા રાષ્ટ્રપતિ બાઈડેનની ટીમ વચ્ચે માહિતી શેર કરવાની કોઈ જરૂર નથી. કંપનીએ કહ્યુ છે કે, હાલમાં રહેલા તમામ ટ્વીટનો સંગ્રહ કરી રાખવામાં આવશે. શપથગ્રહણ બાદ કોઈ પણ પ્રકારના ટ્વીટ વગર નવા ખાતા તરીકે તેને બાઈડેનને સોંપી દેવામાં આવશે.

ટ્વિટર પ્રવક્તા નિક પેસિલિયોએ એક ઈમેલમાં કહ્યુ છે કે, ટ્વિટર 20 જાન્યુઆરીએ વ્હાઈટ હાઉસને તેના સંસ્થાગત ટ્વિટર અકાઉન્ટને હસ્તાંતરણની પ્રક્રિયાની તૈયારી કરી રહ્યુ છે. કંપનીએ કહ્યુ હતું કે, આવી જ રીતે વ્હાઈટ હાઉસ, ઉપ રાષ્ટ્રપતિના અકાઉન્ટ પણ સોંપી દેવામાં આવશે.

READ ALSO

Related posts

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva

126 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર કોઈ ભારતીય બનશે Bataના બોસ, બનાવ્યા Global CEO

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!