GSTV
Home » News » Twitterનો ઉપયોગ કરતા હોય તો આ જાણી લો, લોકો પર કાબૂ રાખવા લીધો મહત્વનો નિર્ણય

Twitterનો ઉપયોગ કરતા હોય તો આ જાણી લો, લોકો પર કાબૂ રાખવા લીધો મહત્વનો નિર્ણય

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે સ્પેમ મોકલતા લોકો પર કાબૂ રાખવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી ટ્વિટર પર કોઈ અકાઉન્ટને એક દિવસમાં 400થી વધારે લોકો ફોલો કરી શકશે નહીં.

સૈન ફ્રાંસિસ્કો સ્થિત કંપની તરફથી સત્તાવાર ઘોષણા કરી આ વાત જણાવવામાં આવી છે. આ ઘોષણા અનુસાર હવેથી કોઈપણ યૂઝર એક દિવસમાં 400થી વધારે હેંડલ્સને ફોલો કરી શકશે નહીં. પહેલા આ સંખ્યા 1000 હતી જેમાં હવે ઘટાડો કરવામાં આવ્યો છે.

ટિટ્વરની સંરક્ષા ટીમએ ટ્વીટ કરી જણાવ્યું છે કે ફોલો, અનફોલો, ફોલો અનફોલો કરતાં લોકો સ્પૈમર્સ હોય છે. આવા લોકો સ્પેમ મેસેજ સેન્ડ કરતા હોય છે. એટલા માટે જ એક દિવસમાં ફોલો થતા હેંડલ્સની સંખ્યા હવે 1000થી ઘટાડી અને 400 કરી દેવામાં આવી છે.

ટીમે ટ્વિટર યૂઝર્સને જણાવ્યું છે કે આ નિર્ણયથી અન્ય યુઝર્સને કોઈ અગવડ થશે નહીં. આ નિર્ણય પાછળ મુખ્ય ઉદ્દેશ સ્પેમ મેસેજને રોકવાનો છે.

Read Also

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!