GSTV
Home » News » Twitter શરૂ કર્યું નવું ફીચર, ટ્રોલર્સ માટે વધશે સમસ્યા

Twitter શરૂ કર્યું નવું ફીચર, ટ્રોલર્સ માટે વધશે સમસ્યા

માઈક્રો બ્લોગિંગ સાઈટ Twitter તેના યુઝર્સની સુવિધા માટે હાઈડ રિપ્લાય ફીચરની શરૂઆત કરી છે. આ ફીચરનો ફાયદોએ છે કે યુઝર્સ પાસે નિયંત્રણ હશે કે તેના રિપ્લાય અને ટ્વીટને કોણ જોઈ શકશે અને કોણ નહીં. બીજા શબ્દોમાં કહીએ તો હાઈડ રિપ્લાઈ Twitterનો નવો પ્રાઈવેટ ફીચર છે.

જોકે Twitterનું આ નવું ફિચર કેટલાક દેશમાં જ લાઈવ થયું છે. આ ફીટરને લાઈવ કર્યા બાદ યુઝર્સ સાથે વિકલ્પ હશે કે પોતાની કોઈ પોસ્ટ પર રિપ્લાયને હાઈડ કરવા માગે છે કે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો ટ્વીટમાં રિપ્લાયને છુપાવી શકો છો. તે ફીટરને ઓન કરવા માટે તેની સાથે દેખાતા ત્રણ ડોટ પર ક્લીક કરવાનું રહેશે અને તે પછી Hide repliesના વિકલ્પને પસંદ કરવાનો રહેશે.

યુઝર્સ પાસે એવો વિકલ્પ નહીં હોય કે તે હંમેશાં માટે રિપ્લાયનું બટન હાઈડ કરી શકશે. આ ફીચરનો સૌથી મોટો ફાયદો એ થશે કે કોઈ તમને ટ્રોલ કરવાની કોશિશ કરશે તો તેના રિપ્લાયને હાઈડ કરી શકશો. એવામાં અન્ય લોકો સુધી તે રિપ્લાય નહીં જાય.

આ ફીચરને અત્યારે કેનેડામાં લાઈવમાં આવ્યું છે. અહેવાલ છે કે ટ્વીટરે તાજેતરમાં જ તેના ડેસ્કટોપ વર્ઝનના ઈંટરફેસને બદલ્યું છે. ટ્વીટરનું ડેસ્કટોપ વર્ઝન હવે મોબાઈલ એપની જેમ જ જોવા મળશે. જોકે કેટલાક યુઝર્સને નવા ઈંટરફેસ નથી મળતા. ટ્વિટરના નવા ફીચરની વાત કરીએ તો તેમાં તમને નવું નેવિગેશન મળશે.

Read Also

Related posts

સરકાર મદદ કરે કે ન કરે, બહુ જલદી ફરીથી ઊભો થશે ઓટો ઉદ્યોગ: મારુતિ

NIsha Patel

ટ્વિટર પર ટૉપમાં દેખાવા લાગ્યાં પૉર્ન બૉટ્સ, લોકોને લલચાવી ચોરે છે તેમની માહિતી

NIsha Patel

Jio GigaFiber: Free LED TV જરૂર મળશે, પણ ચુકવવી પડશે આટલી કિંમત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!