GSTV
Gujarat Government Advertisement

પોસ્ટ વાયરલ થવા પર નહીં થવું પડે હેરાન, ટ્વિટર પર આવશે નવું ફીચર

Last Updated on August 8, 2019 by

જ્યારે આપણે કોઈ ટેક્સ્ટ, મીમ, ઈમેજ અથવા વીડિયો ટ્વીટ કરો છો તો તેને કેટલાક લોકો લાઈક કરે છે અને રિટ્વીટ પણ કરે છે. પણ ઘણી વાર એવું પણ બને છે કે લોકો વધુમાં વધુ રિટ્વિટ કરે છે, જેના કારણે પોસ્ટ વાયરલ થવાની શરૂ થઈ જાય છે અને એવામાં તમારી પાસે વારંવાર નોટિફિકેશન આવવા લાગે છે.

ખાસ કરીને આ સમસ્યા સેલિબ્રિટીઝ સાથે વધારે થાય છે. આ સમસ્યાથી દૂર રહેવા માટે ટ્વિટર એક નવું ફીચર લાવ્યું છે. તેનાથી લાઈક કરવા પર, રિટ્વીટ કરવાથી અને રિપ્લાય આપવાથી તમને નોટિફિકેશન નહીં આવે. જોકે આ નવા ફીચરની વાત હજી સુધી સ્પષ્ટ કરી નથી, પરંતુ આ ફીચરની જાણકારીના સંકેત થોડા મહિના પહેલા મળ્યા હતા, એર રિસર્ચર જેન મનચુન વોંગે કહ્યું કે, કંપની ‘Snooz’ ફીચર લાવનારી છે.

જો પોસ્ટ વાયરલ થવા પર નોટિફિકેશનને 1,2,3 અથવા 12 કલાક માટે સ્નૂઝ અથવા સ્વિચ ઓફ કરવામાં મદદ કરશે. તેની બ્લોગ પોસ્ટમાં વોંગે કહ્યું, ટ્વિટરના આ ઈન બિલ્ટ ફીચરથી તમે પુશ નોટિફિકેશનને થોડા કલાકો સુધી સ્નૂઝ કરી શકશો. તેના માટે તમારે સેટિંગમાં જવાની જરૂર નહીં પડે.

આ આઈકોનને એક બેલ આઈકોનના રૂપમાં બતાવવામાં આવશે. તેના પર ટેપ કરવાથી ટાઈમ લિમિટનું ઓપ્શન બતાવશે. જોકે અત્યાર સુધી આ ઓપ્શનનું રોલ આઉટ નથી કરવામાં આવી. તો પણ આ બધા માટે સારા સમાચાર છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

વાહ! હવે નેટફ્લિક્સને તમારા નોન સ્માર્ટ ટીવી પર પણ જોઈ શકો છો આપ, તમારે ફક્ત કરવું પડશે આ કાર્ય

Vishvesh Dave

ટેકનોલોજી/ Gmail માં છે આ ચાર સિક્રેટ ફિચર્સને શું તમે જાણો છો? મેઈલ કરવા માટે આ રીતે કરી શકો છો ઉપયોગ

Harshad Patel

ખાસ વાંચો / ડેટિંગ એપ પર આ વસ્તુ લખવાનું ટાળો, યુવતીઓને બિલકુલ પસંદ નથી આવતી આ વતો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!