GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

Twitter નથી માની રહ્યું IT Rules? સરકારે આપી છેલ્લી તક, લેવાઈ શકે છે એક્શન

Twitterની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક તરફ ટ્વિટર અને એલોન મસ્કની ડીલ બોટ્સ પર અટકી છે. તે જ સમયે, સરકારે ટ્વિટર ઈન્ડિયાને ‘છેલ્લી તક’ આપી છે. સરકારે ટ્વિટર ઈન્ડિયાને નવા આઈટી નિયમો અનુસાર કામ કરવાની ‘એક છેલ્લી તક’ આપી છે.

ભારતમાં ટ્વિટરને નવા IT નિયમો અનુસાર કામ કરવું પડશે. એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે ટ્વિટર ઈન્ડિયાને 4 જુલાઈ સુધીનો સમય આપ્યો છે.

જો ટ્વિટર ઈન્ડિયા નવા આઈટી નિયમોનું પાલન નહીં કરે તો તેને ઇન્ટરમીડિએરટર વાળા લાભ નહીં મળે. આ મામલા સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું છે કે MeitYની આ કાર્યવાહી ટ્વિટરની સતત નિષ્ફળતા (નિયમોને લાગુ કરવામાં)નું પરિણામ છે.

ટ્વિટર નિયમોનું પાલન નથી કરી રહ્યું?

ટ્વિટર ઈન્ડિયા ‘IT નિયમોની કલમ 69A હેઠળ કન્ટેન્ટ દૂર કરવા માટેની નોટિસનો જવાબ આપવામાં નિષ્ફળ ગયું છે’. આ સિવાય ટ્વિટર સામે ‘કન્ટેન્ટ દૂર ન કરવાને કારણે સહકાર ન આપવા બદલ નોટિસ’ જારી કરવામાં આવી છે. સોમવારે મંત્રાલયે આ સંબંધમાં નોટિસ મોકલી છે.

આમાં 6 જૂન અને 9 જૂને મોકલવામાં આવેલી નોટિસમાં માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મને સહકાર ન આપવાનું કહેવામાં આવ્યું છે. આ મામલા સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સતત નોટિસ મોકલવામાં આવ્યા બાદ અને સમય આપવામાં આવ્યા બાદ પણ ટ્વિટરે કાર્યવાહી કરી નથી. તેના બદલે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેથી તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

ટ્વિટર સાથે શું થઈ શકે છે?

ટ્વિટર

તેમણે કહ્યું કે ભારતમાં કામ કરતા તમામ ઇન્ટરમીડિયેટને આઇટી નિયમોનું પાલન કરવું પડશે. અહેવાલ મુજબ, MeitYએ નોટિસમાં ટ્વિટરના મુખ્ય અનુપાલન અધિકારીને પૂછ્યું છે – જો Twitter Inc. સતત આ નિયમોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખશે, તો તેના પરિણામો IT એક્ટ હેઠળ આવશે.

રિપોર્ટ અનુસાર, જો ટ્વિટર નિયમોનું પાલન નહીં કરે તો તેને ઇન્ટરમીડિયેટરી તરીકે આપવામાં આવેલી છૂટ સમાપ્ત થઈ જશે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ટ્વિટરે કયું કન્ટેન્ટ હટાવવાની સરકારની નોટિસનો જવાબ આપ્યો નથી. મંત્રાલયની નોટિસમાં આનો કોઈ ઉલ્લેખ નથી.

Read Also

Related posts

સ્વાસ્થ્ય/ નાળિયેર પાણી પીયને મલાઈ ફેંકવાની ભૂલ ન કરતા, ફાયદા જાણી ચોકી જશો

Damini Patel

ડોલો-650નું વેચાણ વધારવા માટે ડોકટરોને આપવામાં આવી 1000 કરોડ રૂપિયાની ભેટ, NGOના ગંભીર આરોપ

Damini Patel

હવે CoVin પરથી ખબર પડી જશે રક્તદાન અને અંગદાનની સ્થિતિ, ડોનરનો સંપર્ક કરવો થઇ જશે સરળ; જાણો કેવી રીતે

Damini Patel
GSTV