Last Updated on March 4, 2021 by Bansari
Twitter Account Block: દેશમાં ટ્વીટરનો (Twitter)વપરાશ જોરદાર વધી રહ્યો છે. Twitter દ્વારા વપરાશકર્તાઓને કોઈ પણ વિચાર કર્યા વિના કોરોના વેક્સીન પર ટિપ્પણી કરવા અથવા પોસ્ટ ન કરવા જણાવ્યું છે. તમારી બેદરકારીને કારણે આરોગ્ય સેવાઓને અસર થઈ શકે છે.

અફવાઓ ફેલાવનારાઓનું Twitter એકાઉન્ટ બંધ કરવામાં આવશે
Twitterએ માહિતિ આપી છે કે જો કોઈ પણ એપ યુઝર પ્લેટફોર્મમાં કોરોના રસી વિશે અફવા ફેલાવે છે, તો તેનું ખાતું બંધ થઈ જશે. આ વપરાશકર્તાઓ ફરીથી ટ્વિટરનો ઉપયોગ કરી શકશે નહીં.

Twitterનો નિર્ણય
ઇમાઈક્રોબ્લોગિંગ એપ્લિકેશન Twitterએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ પ્રથમ વખત રસી વિશે ભૂલ કરશે તો તેમને ચેતવણી આપવામાં આવશે. બીજી વખત, ગેરરીતિ કરનારાઓનું એકાઉન્ટ 12 કલાક માટે લોક રહેશે. અફવાને કારણે એકાઉન્ટ કાયમ માટે બંધ રહેશે.

અત્યાર સુધીમાં 8400 એકાઉન્ટ બંધ કરાયા
મળતી માહિતી મુજબ કોરોના રસી ઉપર અફવા ફેલાવનારા લગભગ 8400 લોકોનાં ટ્વિટર એકાઉન્ટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે.

નવા નિયમો તમામ ભાષાઓ પર લાગુ થશે
Twitterએ જણાવ્યું છે કે નવો નિયમ તમામ ભાષાઓમાં લાગુ થશે. તે અંગ્રેજી ભાષામાં ફેલાતી અફવાઓ સાથે શરૂ થશે. બાદમાં આ નિયમમાં બધી ભાષાઓ ઉમેરવામાં આવશે.
Read Also
- વિશ્વમાં સૌથી ઝડપી રસીકરણ ભારતમાં/ કોરોના વેક્સિનના 13 કરોડ ડોઝ આપવામાં ફક્ત આટલા દિવસનો સમય, સ્વાસ્થ્યમંત્રીએ આપી જાણકારી
- ખાસ વાંચો/ જો ફ્રીમાં ન મળી કોરોનાની રસી, તો જાણો પ્રાઇવેટમાં કેટલી હશે 1 ડોઝની કિંમત
- ચિંતાજનક / કોરોના વાઇરસના‘સ્વદેશી વેરિઅન્ટ’એ વધારી ચિંતા, આ રાજ્યમાં સૌથી વધુ અસર
- BREAKING: કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ કોરોના પોઝિટીવ, હોમ આઈસોલેશનમાં ગયા
- આ 5 વસ્તુઓ ઘરમાં રાખવાથી ક્યારેય પૈસા ની કમી થતી નથી
