GSTV
Home » News » ભારતને ધમકી આપવી પડી ભારે, પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું Twitter એકાઉન્ટ સસ્પેન્ડ

ભારતને ધમકી આપવી પડી ભારે, પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું Twitter એકાઉન્ટ સસ્પેન્ડ

પુલવામા હુમલા બાદ સોશિયલ મીડિયા પર અનેક લોકો પોતાનો અભિપ્રાય આપી રહ્યાં છે. કેટલાંય લોકોની આતંકીઓને સમર્થન કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે, ત્યાં હવે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થઇ ગયું છે. ભારત વિરુદ્ધ ટ્વિટ કરવાને લઇને ભારતે ટ્વિટરને ડૉક્ટર મોહમ્મદ ફૈઝલની ફરિયાદ કરી હતી જે બાદ ફૈઝલના પ્રાઇવેટ એકાઉન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું.

ટ્વિટર પર @DrMFaisal એકાઉન્ટ સર્ચ કરવા પર સીધો મેસેજ મળી રહ્યો છે કે આ એકાઉન્ટને સસ્પેડન્ડ કરી દેવામાં આવ્યું છે જો કે આ મામલે ટ્વિટર તરફથી જોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જો રિપોર્ટસનું માનીએ તો ડૉક્ટર ફૈઝલ પોતાના પ્રાઇવેટ ટ્વિટર હેન્ડલ પરથી કૂલભુષણ જાધવ કેસ વિશે સતત ટ્વિટ કરી રહ્યાં હતા. સાથે જ આરોપ છે કે તેઓ સતત કાશ્મીર વિશે ટિપ્પણી કરી રહ્યાં હતા.

તેની પહેલાં પાકિસ્તાને મંગળવારે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં ભારત પર આરોપ લગાવતાં કહ્યું કે કુલભૂષણ જાધવ તેની ધરતી પર આતંકી અને વિધ્વંસક પ્રવૃત્તિઓમાં સંકળાયેલો હતો, જે ભારતીય નિતીની વાસ્તવિક અભિવ્યક્તિ છે. પાકિસ્તાનના એટર્ની જનરલ અનવર મંસૂર ખાને કહ્યુ કે, આઝાદી બાદથી ભારત, પાકિસ્તાનને બરબાદ કરવાની નીતી ચલાવી રહ્યું છે અને તે પાછલાં ઘણાં વર્ષોમાં અનેક રૂપો અને અભિવ્યક્તિ દ્વારા સામે આવ્યું છે.

જણાવી દઇએ કે કુલભૂષણ જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (ICJ)એ પાકિસ્તાનને મોટો આંચકો આપતા સુનાવણી સ્થગિત કરવાની માગને નકારી કાઢી છે. પાકિસ્તાને મંગળવારે પોતાનો પક્ષ રજૂ કરતાં તેના જજ તસ્સદુક હુસૈન જિલાનીની ગેરહાજરીમાં સુનાવણી સ્થગિત કરવાની માગ કરી હતી. હુસૈનને સોમવારે હાર્ટ એટેક આવ્યો હતો.

Read Also

Related posts

શ્રીનગર- જમ્મુમાં ફરી હિંસા : કરફ્યુ લદાયો, ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ

Mayur

રાજનાથ સિંહના એક નિવેદનથી ફફડી ગયેલા ઈમરાન ખાને ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું

Mayur

કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર પરિષદના 14 દેશોએ ભારતને એક દેશે પાકિસ્તાનને સાથ આપ્યો, જાણો કોણ છે એ એક દેશ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!