GSTV
Home » News » Twitterમાં નવો રેકોર્ડ : માત્ર 24 કલાકમાં એક્ઝિટ પોલના 5.60 લાખ Tweet આવ્યા

Twitterમાં નવો રેકોર્ડ : માત્ર 24 કલાકમાં એક્ઝિટ પોલના 5.60 લાખ Tweet આવ્યા

મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી NDAના વિજયની આગાહી કરી છે. ટ્વિટર કંપનીએ જણાવ્યું છે કે, ટ્વિટરે 24 કલાકમાં એક્ઝિટ પોલ્સ સંબંધિત લગભગ 5.6 લાખ ટ્વિટ્સનો રેકોર્ડ સર્જ્યો છે. માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ IANSએ જણાવ્યું હતું કે, 24મી મેના રોજ જાહેર થયેલા એક્ઝિટ પોલ બાદના 24 કલાક એટલે કે 19મીએ સાંજે 6.30 સુધીમાં લગભગ 5,60,000 લાખ ટ્વિટ થયા હતા.

જેમાં ટ્વિટ કરનારાઓમાં તમામ સમાચારોના કોમેન્ટ્રેટર્સ, ઓપિનિયનનો અભિપ્રાય અને ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણી 2019ની પ્રથમ મતદાન શરૂ થયા બાદના એક મહિનાના સમયગાળા દરમિયાન ટ્વિટર પ્લેટફોર્મ પર કુલ 45.6 મિલિયન ટ્વિટ્સને રેકોર્ડ સર્જાયો છે.

જ્યારે કુલ 1.2 મિલિયન ટ્વિટ્સ રજિસ્ટર થયા છે. આઇએનએન અને સીવોટર એક્ઝિટ પોલ અનુસાર નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની રાષ્ટ્રીય ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) આ લોકસભાની ચૂંટણીઓમાં 287 બેઠકો મેળવી સત્તા પર પાછી ફરી શકે છે.

જોકે ભારતીય જનતા પાર્ટીના આધારે તેઓ કુલ 236 બેઠકો જીતે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આઈએનએસના એક્ઝિટ પોલના આંકડા દેશભરમાંથી કુલ 5 લાખ મતદારોના આધારે જાહેર કરાયા છે. ઉલ્લેખનિય છે કે, 23મી મેના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

READ ALSO

Related posts

અજીત પવારને હજુ પણ ડેપ્યુટી CM બનવાના અભરખા, પણ કાકા નામનો કાંટો આવી રહ્યો છે આડો

Mayur

બ્રિટનના મોસ્ટ વોન્ટેડ બળાત્કારીને ભૂલથી મળ્યા પેરોલ : 14 દિવસમાં જ ફરી 11 બળાત્કાર કર્યા, 33 વાર મળી છે આજીવન કેદની સજા

Karan

ઈવેન્ટમાં પત્નિ ગૌરીનો ડ્રેસ સંભાળતા નજરે પડ્યા કિંગ ખાન, જુઓ ફોટોઝ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!