GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

Twitter પર આવ્યું કામનું ફીચર, હવે કોણ રિપ્લાય કરી શકશે તેનો કંટ્રોલ છે યુઝરના હાથમાં

Twitter

માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર તરફથી યુઝર્સને એક નવું ફિચર આપવામાં આવી રહ્યું છે. કંપની આ ફીચરને ટેસ્ટ કરી રહી છે અને તેની મદદથી ટ્વીટ કરનાર નક્કી કરી શકશે કે ટ્વીટ પર કોણ રિપ્લાય કરી શકશે. તેવામાં કોઇ ટ્વીટને અન્ય યુઝર્સ લાઇક કરી શકશે અને જોઇ શકશે પરંતુ તેના પર રિપ્લાય નહી કરી શકે. ટ્વીટરે (Twitter ) પોતાના ઑફિશિયલ હેંડલથી શૉટ વીડિયો પોસ્ટ કરીને આ ફીચરની જાણકારી આપવામાં આવી છે.

ફીચરને ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે

ટ્વીટર તરફથી કહેવામાં આવ્યું છે કે નવા ફીચરને ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. ઓફિશિયલ પોસ્ટમાં કંપનીએ લખ્યું કે આ તે લોકો સાથે વાત કરવાની રીત છે, જેની સાથે તમે જોડાવા માગો છો. સાથે જ જણાવવામાં આવ્યું છે કે નવા ફિચરને ગ્લોબલી હવે કેટલાંક યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. શરૂઆતના ટેસ્ટિંગ બાદ આ ફીચર બાકી યુઝર્સ માટે પણ ઉપલબ્ધ થઇ જશે. નવુ ફીચર મળ્યા બાદ યુઝર્સને કોઇપણ ટ્વીટ કરતી વખતે એક નવો ઓપ્શન મળશે.

Twitter

હવે મળશે આ ત્રણ ઓપ્શન્સ

નવા ફીચર સાથે તમે સિલેક્ટ કરી શકશો કે તમારા ટ્વીટર પર કોણ રિપ્લાય કરી શકે છે અને કોણ નહી. ‘who can reply?’માં યુઝર્સને ત્રણ ઓપ્શન્સ Everyone, People you follow અને Only people you mention મળશે. આ પ્રકારના પ્રથમ ઓપ્શનમાં તમામ રિપ્લાય કરી શકશે. બીજામાં તે જ લોકો રિપ્લાય કરી શકશે જેને તમે ફોલો કરો છો અને ત્રીજો ઓપ્શન સિલેક્ટ કરવા પર તે જ રિપ્લાય કરી શકશે, જેને તમારા ટ્વીટમાં મેંશન કરવામાં આવ્યા છે.

યુઝર્સને ખાસ પસંદ ના આવ્યું આ ફિચર

પ્લેટફોર્મ પર આપવામાં આવી રહેલા નવા ફીચરને લઇને યુઝર્સનો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ઘણાં યુઝર્સને આ ફીચર પસંદ આવ્યું છે તો કેટલાકંને આ બેકાર લાગ્યું. ટ્વીટર યુઝર્સે લખ્યું કે તેની મદદથી ફેક ટ્વીટ્સ અથવા ન્યૂઝને ચેક કરનાર રિપ્લાય નહી આપી શકે અને તેને કરેક્ટ નહી કરી શકાય. અન્ય ટ્વીટર યુઝરે કહ્યું કે હવે લોકો પોતાના વિચિત્ર ઓપિનિયન શેર કરી શકશે અને તેમને કોઇ ટોકવા માટે નહી હોય. સાથે જ કેટલાક યુઝર્સે આ ઓપ્શનના વખાણ પણ કર્યા છે.

Read Also

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!