GSTV

ટ્વિટર હવે માર્ગદર્શિકા દ્વારા શીખવશે નેતાઓને ટ્વિટ કેવી રીતે કરવી

ડોનાલ્ડ ટ્રમ્પનું હેન્ડલ દૂર કરવાની રજૂઆતો વચ્ચે એક બ્લોગપોસ્ટમાં ટ્વિટરે જણાવ્યું હતું કે અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે વિશ્વના મુખ્ય નેતાઓના એકાઉન્ટ અમારી નીતિઓથી ઉપર નથી. વર્તમાન સમાટે લોકપ્રિય હસ્તીઓ સાથે સીધી ચર્ચા, રાજકીય મુદ્દાઓ પર નિવેદન અને આર્થિક અથવા સૈન્ય મુદ્દાઓ સાથે જોડાયેલ વિદેશનીતિ સામાન્ય રીતે ટ્વિટર નિયમોનો ભંગ નથી કરતા.

આ ઉપરાંત બ્લોગમાં લખવામાં આવ્યું છે કે જો કોઈ વૈશ્વિક નેતા તરફથી કરવામાં આવેલ ટ્વિટ, ટ્વિટર નિયમોનો ભંગ કરશે, પરંતુ ટ્વિટને જારી રાખવા માટે કોઈ સ્પષ્ટ સાર્વજનિક હિત જોવા મળે તો અમે તેને એક નોટિસની પાછળ રાખી શકો છો જે યુઝરને ભંગ કરવાનાં સંદર્ભ બાબતે જણાવે છે. આ સાથે જ તેની પર ક્લિક કર્યા બાદ લોકોને તેની પાછળ રહેલ કન્ટેન્ટ જોવાની મંજૂરી આપે છે.

આ સાથે જ ટ્વિટરે સ્પષ્ટતા કરી છે કે કોઈ વૈશ્વિક નેતા ટ્વિટરનો ઉપયોગ કોઈ વ્યક્તિને ધમકી આપવા, આતંકવાદને પ્રોત્સાહન આપવા તેમજ ખુદને નુકશાન તેમજ કોઈ ખાનગી જાણકારી લીક કરવા માટે કરશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી શરુ કરવામાં આવશે. વધુમાં લખવામાં આવ્યું છે કે મહત્વપૂર્ણ ચૂંટણીઓ અને વિશ્વની રાજકીય ગતિશીલતામાં ફેરફાર સાથે અમે સમજીએ છીએ કે આપણે એક ઘણી જટિલ અને ધ્રુવીકરણ વાળી રાજકીય સંસ્કૃતિમાં કામ કરી રહ્યા છીએ.

તેઓએ સતત પડકારો પેદા કરી રહ્યા છે અને આપણે પણ આપણી નીતિઓ અને દ્રષ્ટિકોણ પર વિચારવિમર્શ સાથે સતત કરતા રહીશું જેથી વૈશ્વિક નેતાઓનાં ટ્વિટ અને તેનાથી ઓફલાઈન થનાર નુકસાન બાબતે વધુ જાણી શકીએ.

Read Also

Related posts

2020માં સિલ્વર સ્ક્રિન પર રાજ કરશે અક્ષય કુમાર , બોલીવુડના ખેલાડી પર ખેલાયો રૂપિયા 500 કરોડનો જુગાર

Bansari

ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં સરકાર ખેડૂતોના રોષનો ભોગ બની, પાવર સબ સ્ટેશનને જ લગાવી દીધી આગ

Mayur

‘ગંભીરે’ રાજનીતિને ‘ગંભીર’ રીતે ન લેતા દિલ્હીમાં લાગ્યા પોસ્ટર, ‘શું તમે આ વ્યક્તિને જોયો છે ?’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!