GSTV
Home » News » Twitterએ લોન્ચ કર્યુ નવું ડેસ્કટૉપ વર્ઝન, ચેન્જ કરી શકે છે થીમ કલર

Twitterએ લોન્ચ કર્યુ નવું ડેસ્કટૉપ વર્ઝન, ચેન્જ કરી શકે છે થીમ કલર

સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટરે ડેસ્કટૉપ વર્ઝનને નવી ડિઝાઈનમાં લોન્ચ કરી દીધુ છે. મીડિયા રિપોર્ટસ મુજબ, આ બદલાવ પરમનન્ટ હશે અને તમે પોતે તેના બાદ કોઈ બદલાવ કરી શકશો નહી. કંપની તેના માટે લગભગ એક વર્ષથી ટેસ્ટિંગ કરી રહી હતી. આ નવા લૂકમાં નેવીગેશન બારને સક્રીનની ડાબી બાજુ કરી દેવામાં આવ્યુ છે. અને અહીથી વધારે એકાઉન્ટ રાખનારા યુઝર્સ એકથી બીજા એકાઉન્ટમાં સ્વિચ કરી શકશે.

કલરથીમ બદલી શકશો

ટ્વીટરે મોબાઈલ એપથી તેમાં એક્સપ્લોર ઓપ્શનને જોડી દીધુ છે. જેનાથી તમે ટ્રેડિંગ હેશટેગ અને બીજા ટોપિક્સ બ્રાઉઝ કરી શકો છો. તેના સિવાય ટ્વીટરે ડેસ્કટોપ વર્ઝન પર કલર સ્કીમને પણ લોન્ચ કરી દીધી છે. તેને તમે નેવીગેશન બારમાં હાજર “More” ઓપ્શનમાં જઈને બદલી શકો છો. તેની પર ક્લિક કરીને તમને ડિસ્પ્લેનું ઓપ્શન દેખાશે. જ્યાથી તમે નવા કલર ઓપ્શનને સિલેક્ટ કરી શકશો.

ડાર્ક મોડનું ઓપ્શન મળશે

તેની સાથે સાથે તમને ડિમ મોડની સાથે ડાર્ક મોડનું ઓપ્શન પણ મળશે. ઉલ્લેખનીય છેકે, ડેસ્કટોપનાં આ વર્ઝનની રાહ લાંબા સમયથી જોવાઈ રહી હતી. પરંતુ તેની મોબાઈલ એપ હજી પણ એવી જ છે. ટ્વીટ કરવા માટે કંપોઝ ફીચરમાં ફોટો, જીઆઈએફ, પોલ અને ઈમોજીને સામેલ કરી શકાશે. ટ્વીટરની આ નવી હોમ સ્ક્રીનને પહેલાં કરતા વધારે સારી માનવામાં આવે છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

T20 World Cup : પાકિસ્તાને વેસ્ટઈંડીઝને 8 વિકેટે હરાવ્યું, ગ્રુપ-બીમાં પાકિસ્તાન બીજા નંબરે આવ્યું

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!