GSTV

જમ્મૂ-કાશ્મીરને ચીનનો ‘હિસ્સો’ દેખાડીને વિવાદોમાં ઘેરાયું Twitter, લોકોએ કર્યો વિરોધ

સોશિયલ મીડિયા પર તે સમયે હંગામો થયો હતો જ્યારે Twitter ઇન્ડિયાએ ટાઈમલાઈન પર જમ્મુ-કાશ્મીરને પીપલ્સ રિપબ્લિક ઓફ ચીનનો એક ભાગ ગણાવ્યો હતો. માઇક્રોબ્લોગિંગ સાઇટની અવગણના રાષ્ટ્રીય સુરક્ષા વિશ્લેષક નીતિન ગોખલેએ ધ્યાન પર લાવી હતી, જે લેહના લોકપ્રિય યુદ્ધ સ્મારક, હોલ ઓફ ફેમથી બપોરના 12 વાગ્યે લાઈવ થયા હતા.

નીતિન ગોખલેએ અપાવ્યુ ધ્યાન

ગોખલેને તેમના સત્તાવાર હેન્ડલ પર લખ્યું કે, “મે હાલમાં જ હોલ ઓફ ફેમથી લાઈવ (SIC)કર્યુ છે. સ્થાનનાં રૂપમાં હોલ ઓફ ફેમ જોતા અને અનુમાન લગાવો કે, તે જમ્મુ અને કાશ્મીર, પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના શું કહી રહ્યુ છે! શું તમે લોકો પાગલ છો?”

‘આ ભારતના કાયદાનું ઉલ્લંઘન છે’

ગુપ્તાએ ટેલિકોમ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી પ્રધાન રવિ શંકર પ્રસાદને ટેગ કરીને  લખ્યું,”તો Twitterએ જમ્મુ અને કાશ્મીર ભૂગોળ બદલવાનો નિર્ણય લીધો છે અને  જમ્મુ અને કાશ્મીરને પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના હિસ્સાનાં રૂપમાં દેખાડવાનો નિર્ણય કર્યો છે. શું આ ભારતના કાયદાનું ઉલ્લંઘન નથી? ભારતમાં તો લોકોને નાની નાની બાબતો માટે લોકોને સતાવવામાં આવે છે. શું અમેરિકાની મોટી ટેક કંપની કાયદાથી ઉપર છે?”

લોકોએ કાર્યવાહીની માંગ કરી

ઘણા નેટીઝનોએ પ્રસાદ અને સરકારને Twitter ઇન્ડિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું. એક નેટીઝને કહ્યું, “Twitter ઈન્ડિયા, તમારા મતે લેહ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાનો ભાગ છે.” તો,એક અન્યએ પ્રસાદને આ કેસમાં કાર્યવાહી કરવાની વિનંતી કરતા કહ્યું કે, કૃપા કરીને આ મામલાની તપાસ કરો અને યોગ્ય કાર્યવાહી કરો. આ ઉચિત  સમય છે કે આ મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તેની મૂર્ખતા માટે પાઠ શીખવવામાં આવે.

READ ALSO

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!