Twitter પર આવવાનુ છે સ્નેપચેટ જેવુ કેમેરા ફીચર, જાણો ખાસિયત

માઇક્રો-બ્લૉગિંગ સાઈટ Twitter એક ન્યૂઝ કેમેરા ફીચરને ડેવલપ કરવા પર કામ કરી રહી છે, જેનાથી યૂઝર્સને સ્નેપચેટની જેમ તસ્વીરો, વીડિયો અને લાઈવ બ્રોડકાસ્ટમાં કેપ્શન જોડવાની સુવિધા મળશે.

ટિપસ્ટર જેન મંચન વોંગે ટ્વિટ કરી કહ્યું, ‘ટ્વિટરનુ નવુ સ્નેપચે-સ્ટાઈલ કેમેરો ટૂંક સમયમાં આવી રહ્યો છે, જેનુ કોડનેમ ‘ન્યૂઝ કેમેરા’ છે. જ્યારે તમે આ ફીચર સંપૂર્ણ રીતે તૈયાર થઇ જશે તો તેનુ નામ ‘ન્યૂઝ કેમેરા’થી બદલીને મોમેન્ટ્સ રાખી શકાય છે.’

ઉલ્લેખનીય છે કે માઇક્રોબ્લૉગિંગ સાઈટ ટ્વિટરે એન્ડ્રોઈડ અને આઈઓએસ એપ પરથી પોતાના મોમેન્ટ્સ ફીચરને ઓક્ટોબર 2018માંથી હટાવી દીધુ હતું. રીપોર્ટ મુજબ, ટ્વિટર નવા ફીચર્સની ટેસ્ટિંગ સૌપ્રથમ આઈઓએસ પર કરી શકે છે.

CENTએ ટ્વિટરના પ્રવક્તાને ટાંકીને કહ્યું, ‘હું કન્ફર્મ કરી શકુ છુ કે અમે ટ્વિટર પર તસ્વીરો અને વીડિયોને શેર કરવાની સરળ પદ્ધતિ પર કામ કરી રહ્યાં છે. અત્યારે આ ડેવલપમેન્ટ તબક્કામાં છે, તેથી અત્યારે તેના પર કોમેન્ટ કરવી યોગ્ય રહેશે નહીં, કારણકે ફાઈનલ સ્ટેજમાં આ કેવુ હશે તે કહી શકાય તેમ નથી. અમારી ટીમ તેના પર કામ કરી રહી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter