GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

ભારત સહિત દુનિયાનાં ઘણા હિસ્સામાં ડાઉન થઈ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટર

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટર(Twitter)એક વાર ફરીથી ડાઉન થવાનાં અહેવાલ છે. ડાઉન ડિરેક્ટર મુજબ, ભારત, જાપાન અને યુરોપનાં ઘણા શહેરોમાં ટ્વીટર ઠપ થઈ ગયુ છે. ભારતમાં દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદ જેવાં શહેરોમાં સોમવારે બપોરે 2 વાગ્યની આસપાસ ટ્વીટર ઠપ થયુ હતુ. જોકે, હવે કોઈ પ્રકારની પરેશાની નથી.

ટ્વીટરનાં ડાઉન થવાની સમસ્યા ફક્ત ડેક્સટોપ વર્ઝન અને ટ્વીટડેકમાં જ હતી. ડાઉન થયા બાદ યુઝર્સ ના તો ટ્વીટ કરી શકતાં હતા, ના તો ટાઈમલાઈન રિફ્રેશ કરી શકતા હતા. અમુક એન્ડ્રોઈડ યુઝર્સે ટ્વીટર ડાઉન થવાની ફરિયાદ પણ કરી હતી.

આ પહેલાં ગયા વર્ષે નવેમ્બરમાં આખી દુનિયામાં સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું સર્વર ઠપ થઈ ગયુ હતુ. આ દરમ્યાન પણ સૌથી વધારે મુશ્કેલી ડેસ્કટોપ યુઝર્સને થઈ રહી હતી. જોકે, એપ યુઝર્સ પણ પરેશાન હતા.

લોકોએ આપોઆપ લોગઆઉટ થવાની કરી હતી ફરિયાદ

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર લોકોએ આપોઆપ લોગઆઉટ થવાની ફરિયાદ કરી હતી. ઘણા યુઝર્સનું કહેવું છેકે, તેઓ કોઈ પણ પ્રકારની પોસ્ટ કે ન્યૂઝફીડને જોઈ શકતા ન હતા. ડાઉન ડિરેક્ટર મુજબ, તેની સૌથી વધારે અસર ભારત સહિત યુકે, બેલારૂસ, ડેનમાર્ક, જર્મનીમાં પણ પડ્યો હતો.

READ ALSO

Related posts

લૉકડાઉન સદંતર નિષ્ફળ ગયું, મોદી સરકાર આગળની રણનીતિ જણાવે : રાહુલ ગાંધી

Bansari

તામિલનાડુમાં છેલ્લા પખવાડિયામાં વધ્યા 9 હજાર કેસ, દેશમાં બીજા નંબરનું સંક્રમિત રાજ્ય

Harshad Patel

આ યુવકથી ક્વોરન્ટાઇન સેન્ટરના વ્યવસ્થાપકો પરેશાન, આઠ લોકોનું ભોજન ઝાપટી જાય છે!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!